Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateBCCIએ ઋષિકેશ કાનિટકરને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનાવ્યા...

BCCIએ ઋષિકેશ કાનિટકરને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનાવ્યા…

  • કાનિટકર ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ કોચિંગ સ્ટાફના મેમ્બર તરીકે સાથે હતા
  • ઋષિકેશ કાનિટકરે ઘરેલુ ક્રિકેટમાં 10,000 કરતા પણ વધારે રન કર્યા છે

ભારતના પૂર્વ ક્રિકેટર ઋષિકેશ કાનિટકરને ભારતીય નેશનલ મહિલા ટીમના બેટિંગ કોચ બનાવ્યા છે. કાનિટકર આગામી ઑસ્ટ્રલિયા સામે રમાનાર સીરીઝમાં જ બેટિંગ કોચનો ચાર્જ સાંભળી લેશે. ઋષિકેશ કાનિટકર કે જે ભારત માટે વર્ષ 1997થી વર્ષ 2000 સુધીમાં 2 ટેસ્ટ અને 34 વનડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે તેમજ તેણે ઘરેલુ ક્રિકેટમાં 10,000 કરતા પણ વધારે રન કર્યા છે.

આ આગાઉ ઘરેલુ ક્રિકેટમાં કોચિંગનો છે અનુભવ

ઋષિકેશ કાનિટકર ઘરેલુ ક્રિકેટમાં કોચિંગ આપવાનો સાત વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેણે ગોવાની રણજી ટીમને કોચિંગ આપ્યું તે ઉપરાંત ત્રણ વર્ષ સુધી તમિલનાડુની ટીમને કોચિંગ આપ્યું હતું. કાનિટકરે વર્ષ 2022ના અંડર-19 વર્લ્ડકપની ભારતીય ટીમને પણ કોચિંગ આપ્યું હતું જે બાદ હાલમાં જ ભારતીય પુરુષ ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં હેડ કોચ વીવીએસ લક્ષ્મણ સાથે જ જોડાયેલ હતા.

નેશનલ મહિલા ટીમનો બેટિંગ કોચ બનવું મારા માટે સન્માન

ભારતીય પૂર્વ ક્રિકેટર ઋષિકેશ કાનિટકરે નેશનલ મહિલા ટીમના બેટિંગ કોચ બનતા તેમણે જણાવ્યું હતું કે નેશનલ મહિલા ટીમના બેટિંગ કોચ બનવું એ મારા માટે સૌભાગ્ય અને સન્માન છે. નેશનલ મહિલા ટીમ માટે ખબૂ જ પ્રબળ સંભાવના દેખાઈ રહી છે. આપણી પાસે યુવાનો અને અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ છે જે સંતુલિત છે તેમ કાનિટકરે કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security