Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકિસાનોની ઉગ્ર માંગ…સાબરડેરી તાકીદે 36 કરોડ રૂપિયા વ્યાજ સાથે પશુપાલકોને ચૂકવી આપે…...

કિસાનોની ઉગ્ર માંગ…સાબરડેરી તાકીદે 36 કરોડ રૂપિયા વ્યાજ સાથે પશુપાલકોને ચૂકવી આપે… અન્યથા ઉગ્ર આંદોલન…

Published By : Parul Patel

રાજયના બાયડમાં ગુજરાત કિસાન સભા, અરવલ્લી જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા નકકી કરવામાં આવ્યા મુજબ તા. 26મીએ હિંમતનગરમાં કલેક્ટર તેમજ જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર અપાશે આ ઉપરાંત તા. 30મીએ સાબરડેરીએ દેખાવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાયડમાં મળેલી બેઠકમાં સાબરડેરી દ્વારા કાપી લેવામાં આવેલા 36 કરોડ રૂપિયા વ્યાજ સાથે પશુપાલકોને ચૂકવી આપવા માગણી કરાઈ હતી. તાજેતરમાં સાબરડેરીએ પશુપાલકોના 36 કરોડ રૂપિયા કાપી લીધા છે. તે વ્યાજ સાથે ચુકવી દેવા માગણી કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રજિસ્ટર થયેલી 1800થી વધુ દૂધ મંડળીઓ છે, પરંતુ દૂધ સંઘના વહીવટકર્તાઓ દ્વારા ઓરમાયું વર્તન રાખી જુદા-જુદા બહાના આગળ ધરી 1800 મંડળીઓમાંથી માત્ર 900 દૂધ મંડળીઓને સંઘના સભાસદ બનાવાયા છે. આ પ્રકારના કોઇપણ ભેદભાવ રાખ્યા વિના રજિસ્ટર થયેલી તમામ દૂધ મંડળીઓને સંઘના સભાસદ બનાવવા તાકીદ કરાઇ છે. તેમજ સાબરદાણ અને મકાઇના ભરડામાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચી પશુપાલકોને વાજબી ભાવે આપવામાં આવે તેવી માગણી કરાઇ છે.

બાયડની બેઠકમાં કિસાનસભા જિલ્લા પ્રમુખ ભલાભાઇ ખાંટ, રાકેશ પરમાર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security