Published By : Parul Patel
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ છેડાયા બાદ ઍક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર વિશ્વનું ધ્યાન આ યુધ્ધ પર કેન્દ્રિત થયું છે, ત્યારે હવે રશિયામાં ગૃહ યુધ્ધની સ્થિતિ સર્જાઈ છે જોકે તેમાં પણ સમયે સમયે પરિસ્થિતી બદલાઈ રહી છે…
મળતી માહિતી અનુસાર યેવજેની પ્રિગોઝિને તેમના લડવૈયાઓને તેમના બેઝ પર પાછા ફરવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના અંગ્રેજી અખબાર ધ કિવ ઈન્ડિપેન્ડન્ટએ વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિનને ટાંકીને કહ્યું કે તેઓ રશિયાની રાજધાની મોસ્કો તરફ કૂચ નહીં કરવા માટે સંમત થયા છે. તે અંગે વિગતે જોતા વિદ્રોહની વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ પ્રિગોઝિન સાથે વાતચીત કરી. પ્રિગોઝિને રશિયામાં વેગનર સૈનિકોની હિલચાલ રોકવા અને તણાવ ઘટાડવા માટે લુકાશેન્કોની દરખાસ્ત સ્વીકારી છે. બેલારુસિયન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે પ્રિગોઝિન અત્યારે બળવો કરશે નહીં. પ્રિગોઝિનની સેના હવે તેના બેઝ પર પાછી ફરી રહી છે. તે સાથે મોસ્કોના મેયરે રહેવાસીઓને કારનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત વેગનર જૂથના બળવાના કારણે સોમવારે મોટાભાગના લોકો માટે લગભગ રજાનો દિવસ જાહેર કર્યો છે. જોકે પ્રિગોઝિનનું બળવાખોર વલણ જોઈને, રશિયન સરકારે કડક સુરક્ષા પગલાં લીધાં હતા. આ સમયે રશિયાની રાજધાની મોસ્કોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. રશિયન સેનાના સૈનિકો શહેરના સંરક્ષણની તૈયારીમાં હોય તેમ જણાઈ રહ્યું છે…




