નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઘણી બધી સેલિબ્રિટી આવે તેવી સંભાવના જણાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં હવે ઍક આશ્ચર્ય જનક બાબત એ સપાટી પર આવી રહી છે કે હવે નામાંકિત સેલિબ્રિટીઓ હવે પુરુષ બાઉન્સર કરતા લેડી બાઉન્સર એટલે કે બબલી બાઉન્સરની પ્રથમ પસંદગી કરે છે તેમાં પણ મહિલા સેલિબ્રિટી તો ખાસ બબલી બાઉન્સર પસંદ કરે છે. બબલી બાઉન્સર નામની મધુર ભંડારકરની ફિલ્મ પણ મહિલા બાઉન્સર અંગે ઘણી માહીતી આપે છે પરંતુ બબલી બાઉન્સર પુરુષ બાઉન્સર કરતા વધુ ચપળ અને ત્વરિત નિર્ણય કરતી હોવાનું અત્યાર સુધી જણાયું છે જે અંગે સિક્યુરિટી એજન્સીના CEO પરિધિ સિંઘ સોલંકી એ જણાવ્યુ કે મહિલા બાઉન્સરોની માંગમાં વધારો થયો છે તેથી હાલ સિક્યુરિટીની ફરજ બજાવી શકે તેવા સ્વભાવ ધરાવતી યુવતીઓને ખાસ ટ્રેનિંગ આપવામા આવી રહી છે. આવી ટ્રેનિંગમાં જુડો કરાટે તેમજ ગન ફાયરિંગની પણ ખાસ ટ્રેનિંગ આપવામા આવે છે જે મીલીટરી જેવી કઠીન હોય છે .બબલી બાઉન્સરનું વેતન રૂ 25 હજાર થી રૂ 40 હજાર સુધીનું હોય છે આવનારા દિવસોમાં હવે મહિલાઓ અબળા નહિ પરંતું સબળા બની રહી છે એમ કહી શકાય.




