ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા દ્વારા કોવિડ બાદ ડિજિટલ શિક્ષણથી બાળ માનસ ઉપર પડેલી ગંભીર અસર નિવારવા 3000 વિધાર્થીઓ અને 2000 વાલીઓને વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શીત કરાયા હતા.
ભરૂચના ભોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહાર દ્વારા કોરોના બાદ ડિજિટલ શિક્ષણથી બાળ માનસ ઉપર પડેલી વિપરીત અસર નિવારવા કાઉન્સલિંગ કેમ્પનું લાંબા ગાળાનું આયોજન કરાયું હતું.વિધાર્થીઓ તેઓના મૂળ પ્રવાહમાં પાછા ફરી શિક્ષણ પ્રવાહમાં ભેળવાઈ તે માટે શાળા પરિવાર દ્વારા ત્રણ સપ્તાહથી આયોજન કરાયું હતું. જે હજી 15 મહિના ઝીણવટભરી રીતે ચાલશે. જેમાં શિક્ષકો, 2000 વાલીઓ અને 3000 વિધાર્થીઓ જોડાયા હતા. જીએનએફસીના નિવૃત જનરલ મેનેજર રાજેન્દ્ર વાડિયા કાઉન્સિલિંગ આપી રહ્યા છે. જેને લઈ વિધાર્થીઓના એકેડેમિક પરફોર્મન્સમાં સુધારો લાવવામાં આવી રહ્યો છે.




