- ઍક નજરે સામાન્ય લાગતી કારીગરી પાછળ છે અનોખું વિઝન, વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ફોટો લેવાનું ચૂક્યા નહીં…
પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતી નિમિત્તે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ મહોત્સવ આવતા એક મહિના સુધી ચાલુ રહેશે દેશવિદેશની સાથે સાથે રાજ્યભરમાંથી પણ રોજ અંદાજે એક લાખ મુલાકાતીઓ આ નગરના આકર્ષણોને પણ મન ભરીને માણશે. મેઈન સંત દ્વારથી લઈને અંદર જોવા મળતા અલગ અલગ આકર્ષણોમાં છ વસ્તુઓ તો એવી છે જેની પાછળ ખાસ વિઝન જોવા મળે છે. પહેલીનજરે દેખાય પણ નહીં એવી નાની નાની વસ્તુઓની કાળજી રાખવાની સાથે ક્યો સંદેશ એમાં છુપાયો છે એ રસપ્રદ વિગતો જોતાં

1) શાંતિવન
પ્રમુખસ્વામી નગરમાં શાંતિવન સૌ કોઈને ઉડીને આંખે વળગે તેવું છે. જ્યાં ચાણસદ ગામની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. જ્યાં શાંતિલાલનાં જીવન વિશેનાં કેટલાક મહત્વના પ્રસંગો વર્ણવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નામ શાંતિલાલ હતું. આ પ્રમુખસ્વામીના પૂર્વાશ્રમનાં જીવન વિશેના પ્રસંગો રજૂ કરતા આ વનનું નિર્માણ કરીને તેને શાંતિવન નામ અપાયું છે.
2) સંત દ્વાર
પ્રમુખસ્વામી નગરનાં મુખ્ય દરવાજાનું નામ સંત દ્વાર રાખવામાં આવ્યું છે. જેની પાછળનું કારણ એ છે કે જ્યાં ભારતીય સંસ્કૃતિને આગળ વધારવામાં જે કોઈ મહાન સંતોનું યોગદાન છે તેમના સ્ટેચ્યૂ ગોઠવવામાં આવ્યા છે. આ રચના પાછળનો ઉદેશ્ય સમજવા જેવો છે.નાગરિકોને અને ભક્તોને સંતો અને તેમના જીવન વિશે સમજાય તે ઉદેશ્ય સાથે આ સંત દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે
3) આધ્યાત્મિકતા અને શૂરવીરતાનો સંગમ
પ્રમુખસ્વામી નગરનાં ગ્લો ગાર્ડનમાં એક એવી જગ્યા છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ફોટો પડાવ્યો હતો. આ જગ્યાએ એક બાજુ તમામ આધ્યાત્મિક ગુરુઓના સ્ટેચ્યૂ છે જ્યારે બીજી તરફ ભારતને વિકસાવવામાં જે મહાપુરુષોનું યોગદાન ભારતનું ઘડતર કરવામાં સંતો અને શૂરવીરોનું યોગદાન અવગણી શકાય નહી
4) ગ્લો ગાર્ડન
ગ્લો ગાર્ડનએ નગરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે જે ગાર્ડન સિંગાપોર અને દુબઈ સિવાય ભારતમાં માત્ર અહિંયા જ છે. આ ગાર્ડનના પ્રવેશદ્વાર પર મોરની પ્રતિકૃતિ છે. આવું કરવા પાછળનું કારણ જણાવતાં જ્ઞાનાનંદ સ્વામી કહે છે કે મોર એ રાષ્ટ્રીય પક્ષી છે તેથી જે કોઈ લોકો આ ગાર્ડનમાં પ્રવેશે તે રાષ્ટ્રભાવના સાથે પ્રવેશે તે ઉદેશ્ય સાથે આ ગાર્ડનનાં પ્રવેશદ્રાર પર મયૂરની પ્રતિકૃતિ છે. આ ઉપરાંત મોરનું બીજું નામ સારંગ પણ છે. ને એ સૌ કોઈ જાણે છે કે પ્રમુખસ્વામીએ સારંગપુર જ દેહ છોડ્યો હતો..
5) પ્રમુખ મંડપમ
પ્રમુખ મંડપમમાં 24 એ કલાકનાં દરેક સમય ગાળા દરમિયાન પ્રમુખ સ્વામીજીનાં જીવનમાં ઘટેલા અવિશ્વસ્મરણિય પ્રસંગો વર્ણવામાં આવ્યા છે આ સાથે આ જગ્યા પર પ્રમુખ સ્વામીજીની 30 ફૂટની પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.અહિંયા પ્રમુખ સ્વામીજીની પ્રતિમાની આગળ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા રાખવામાં આવી છે જે અંગે જ્ઞાનાનંદ સ્વામી પ્રમુખ સ્વામીજીના જીવનની કેટલિક ઘટનાઓ કીધી કે જ્યારે પણ પ્રમુખ સ્વામીજીનાં સન્માનની વાત આવી ત્યારે તેમણે સ્વામિનારાયણ ભગવાનને આગળ કર્યા છે..
6)વોશરુમ અને પરબની થીમ
સમગ્રનગરમાં જગ્યાએ જગ્યાએ પાણીની પરબ અને શૌચાલય છે. જ્યાં ઉપર એક ચોક્કસ થીમ કલરનાં ટેન્ટ લગાવવામાં આવ્યા છે. જે એક જીવનનાં વિધાર્થી તરીકે મેનેજમેન્ટ કંઈ રીતે કરી શકાય તે બાબતે જાણવા લાયક વાત છે પાણી ની દરેક પરબ ઉપર સ્કાય બ્લૂ જ્યારે પુરુષનાં શૌચાલય ઉપર બ્લૂ અને સ્ત્રીઓનાં શૌચાલય ઉપર પિંક કલરનાં પડદાની થીમ છે જેથી દૂરથી પણ પડદો જોઈને કોઈ પણ કહી શકે કે આ ટેન્ટ કઈ સુવિધા માટે છે.




