ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ પાંચ બેઠકો માટેના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં જેમાં ૧૫૦- જંબુસર બેઠક ઉપર ૧૬.૦૮ ટકા મતદાન નોંધાયું છે. જયારે ૧૫૧-વાગરા બેઠકમાં ૧૮.૪૦ટકા, ૧૫૨-ઝઘડીયા બેઠકમાં ૧૬.૭૭ ટકા, ૧૫૩-ભરૂચ બેઠકમાં ૧૭.૯૩ ટકા, અને ૧૫૪-અંકલેશ્વર બેઠકમાં ૧૮.૭૨ ટકામતદાન નોંધાયું છે. આમ, સવારે ૧૧ :૦૦ કલાક સુધીમાં કુલ ૧૭.૫૮ ટકા મતદાન થયું છે. તેમ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવામાં આવ્યું છે.




