- હિંમતનગર ખાતે ગુજરાત ઓપન એથ્લેટિકસ કોમ્પિટિશનમાં લોંગ જમ્પ સ્પર્ધા યોજાઈ
- અંકલેશ્વરની લાયન્સ સ્કુલનો વિદ્યાર્થી જુનીયર કેટેગરીમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો
હિંમતનગર ખાતે યોજાયેલ ગુજરાત ઓપન એથ્લેટિકસ કોમ્પિટિશનમાં લોંગ જમ્પ સ્પર્ધામાં અંકલેશ્વર લાયન્સ સ્કુલનો વિદ્યાર્થી જુનીયર કેટેગરીમાં દ્વિતીય ક્રમ હાંસલ કરી સિલ્વર મેડલ મેળવી ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં હિંમતનગર ખાતે ગુજરાત ઓપન એથ્લેટિકસ કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાંથી ૨૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લાયન્સ સ્કુલમાં અભ્યાસ કરતા રૂપેશ ગૌસ્વામીએ લોંગ જમ્પ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેણે જુનિયર કેટેગરીમાં ભાગ લઇ દ્વિતીય ક્રમ હાંસલ કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો અને રાજ્ય કક્ષાએ ભરૂચ જીલ્લાનું નામ રોશન કરતા લાયન્સ સ્કુલના આચાર્ય અને પીટી ટીચર દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




