વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગ દ્વારા સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ યોજના શરુ કરી છે જે યોજના થકી પોલીસ વિભાગ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપી રહ્યું છે દરેક પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓ જેમાં 22 વિદ્યાર્થી અને 22 વિદ્યાર્થીનિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓને 4 ઈન્ડોર તાલીમ અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામની પાનોલીની ધી સાર્વજનિક સ્કુલ ખાતે દર શનિવારે તાલુકા પોલીસના કર્મચારીઓ દ્વારા તાલીમ આપવામાં આવે છે આજરોજ આ સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ યોજનાના ૪૪ જેટલા વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ મથકની મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓએ પોલીસની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાતમાં શાળાના આચાર્ય મહંમદ હનીફ ભૈયાત,શિક્ષિકા અસ્માબાનું ઠાકોર અને શિક્ષકો તેમજ પોલીસ મથકના પી.આઈ.બી.એન.ચૌધરી,પોલીસ જવાનો અને સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




