Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateચલણી નોટો પર હવે હવે ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કોંગ્રેસના નેતા...

ચલણી નોટો પર હવે હવે ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કોંગ્રેસના નેતા મનિષ તિવારીની માંગ…

  • ગતરોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસવીરો છાપવાની માંગ કરી હતી.
  • તો કેજરીવાલની માંગ અંગે રાજકારણ ગરમાયુ
  • કોંગ્રેસે કહ્યું કેજરીવાલે નોટ પર ભગવાનનો ફોટો રાખવાની વાતથી ધર્મનિરપેક્ષતાના સિધ્ધાંતોનુ ઉલ્લંઘન કર્યુ

ચલણી નોટો પર ભગવાનની તસવીર બાદ હવે ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો છાપવાની માંગ કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસવીરો છાપવાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલી માંગ બાદ હવે તેના પર ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. કેજરીવાલે ગઈકાલે કહ્યુ હતુ કે, ચલણી નોટો પર એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ .તો હવે કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ માંગ કરી છે કે, ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો ચલણી નોટો પર કેમ ના હોઈ શકે? જ્યારે ભાજપે અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને કહ્યુ છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી પહેલા પોતાનો હિન્દુ વિરોધી ચહેરો છુપાવવામાં નિષ્ફળ રહી છે.કોંગ્રેસે કહ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલે ભગવાનની તસવીરો નોટ પર છાપવાની માંગ કરીને ધર્મનિરપેક્ષતાના સિધ્ધાંતોનુ ઉલ્લંઘન કર્યુ છે.તેમણે દિલ્હીના સીએમ પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ. કેજરીવાલની માંગણી બાદ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાની ભારે ચર્ચા શરુ થઈ હતી અને ઘણા લોકોએ કેજરીવાલની ટીકા કરી હતી.એક યુઝરે કહ્યુ હતુ કે, દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુકનાર કેજરીવાલ ભગવાનની તસવીર હવે નોટો પર છાપવાની વાત કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security