Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરેલ્વેના ડબ્બા પર ચઢીને તાર પકડ્યો ને થયો ધડાકો...

રેલ્વેના ડબ્બા પર ચઢીને તાર પકડ્યો ને થયો ધડાકો…

Published by : Rana Kajal

દુર્ગ રેલવે સ્ટેશનનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પર ઉભી રહેલી છત્તીસગઢ એક્સપ્રેસના ડબ્બા પર અજાણ્યો યુવક ચડી જાય છે. આરપીએફ અને જીઆરપીના જવાનો પણ યુવકને નીચે ઉતારે એ પહેલાં તો તેણે ઉપરથી પસાર થતા હાઈટેન્શન લાઈનના તારને પકડી લીધો. તારને પકડતાંની સાથે જ એક જોરદાર ધડાકો થાય છે ને જોતજોતામાં તો યુવક ભડકે બળીને ડબ્બા પરથી નીચે પટકાય છે.

મળતી વિગતો અનુસાર દુર્ગ રેલવે સ્ટેશન પર 24 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાની આસપાસની આ ઘટના છે. અમૃતસરથી બિલાસપુર જઈ રહેલી છત્તીસગઢ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી રહી યુવક તેના ઉપર ચડી ગયો. ત્યાં હાજર પ્રવાસીઓએ પણ તેને ઉતરવા માટે આજીજી કરી પણે તેણે કોઈની વાત નહોતી માની ને અચાનક જ તાર પકડી લેતાં જોરદાર બ્લાસ્ટ થયોને તે નીચે પટકાયો.

રાયપુરમાં સારવાર માટે ખસેડ્યો

ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક દુર્ગની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત વધુ કથળતાં તેને રાયપુર ખાતે રિફર કરવામાં આવ્યો છે. આ આખી ઘટનાને રેલવે પ્રશાસને પણ દબાવવા પ્રયત્ન કર્યો. જો કે, વીડિયો જોતજોતામાં જ વાઈરલ થવા લાગતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી યુવક પંજાબથી છત્તીસગઢ જઈ રહ્યો હતો  યુવકનું નામ રવિ હોવાનું સામે આવ્યું છે. જે પંજાબમાં મજૂરી કરતો હતો. એવું પણ સામે આવ્યું છે કે દિવાળીના તહેવારમાં તે અમૃતસર-બિલાસપુર એક્સપ્રેસમાં પોતાના વતન જઈ રહ્યો હતો. સવાલ એ પણ છે કે યુવક આ ટ્રેનમાં જ સવાર હતો તો ડબ્બાની ઉપર કેમ ચડ્યો હતો? જીઆરપી અને આરપીએફે આ મામલે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security