Published By : Disha PJB
આપણે ત્યાં ચોમાંસાની ઋતુમાં વાતાવરણ અને વરસાદની અનુકુળતાને લીધે અનેક શાકભાજીઓ સરળતાથી ઉગી નીકળે છે. જેના લીધે ચોમાંસામાં શાકભાજીના પાકોની કાળજી રાખવાની જરૂરીયાત રહેતી નથી. ચોમાંસામાં અનેક જગ્યાએ ગંદકી અને પ્રદુષણ વધારે હોય છે.
ચોમાંસામાં પાંદડા વાળા શાકભાજી ક્યારેય નહિ ખાવા, કોબીજ અને ફ્લાવર, વાલ, વટાણા અને ચોળા. આ શાકભાજી ન ખાવા જોઈએ. આ શાકભાજી કોઈ મફતમાં આપે તો પણ ન ખાવા જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
ચોમાંસામાં વરસાદ પડે છે, જેના લીધે નવું પાણી પૃથ્વી પર આવે છે. એમાંથી જે પાંદડા વાળા ભાજી થાય છે. જેમાં તાંદળજાની ભાજી, કોબીની ભાજી, પાલખની ભાજી, આ બધી પાન વાળી જે ભાજી આપણે ખાઈએ છીએ. તેને ચોમાંસામાં ખાવી જોઈએ નહિ.
આ ભાજી ચોમાંસામાં ખાવામાં આવે તો ત્રણ પ્રકારે નુકશાન થાય છે. પ્રથમ તો આ ભાજીમાં ઘણી બધી જીવાતો પડતી હોય છે. નાની નાની જે જીવાતો પડે છે કે ભાજીને ધોવા છતાં એ જીવાતો પાન પર ચોંટેલી રહે છે. જેના લીધે શરીરમાં ઇન્ફેશન લાગવાની શક્યતાઓ વધુ રહે છે.
આ ભાજીમાં નવું પાણી આવવાથી અને આ નવું પાણી પચવામાં ભારે હોવાથી ભાજીઓના પાંદડાઓમાં જે પાણી હોય છે જે આપણને મંદાગ્ની કરે છે. જેના લીધે શરીરમાં પાચન થવામાં થોડી તકલીફ થાય છે.
પાંદડા વાળી ભાજીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ફાઈબર પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે. માટે જે વ્યક્તિઓનો જઠરાગ્ની મંદ હોય, જેથી વધારે પ્રમાણમાં ભાજી ખાઈ લેવામાં આવે તો ફાઈબર પચતો નથી અને શરીરમાં તે પેટમાં ગેસ કરે છે તેમજ ઝાડા થઇ જાય છે.
વર્ષા ઋતુમાં આપણો જઠરાગ્ની મંદ પડે છે. ખોરાક પચતો નથી. આપણા શરીરમાં કાચો આમ વધે છે. જેના લીધે ઉપવાસને ચોમાંસામાં મહત્વ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપવાસની જગ્યાએ મિતાહાર કરીએ, ઉરોદરી કરીએ, થોડો આહાર લઈએ તો પણ ચાલે. પરંતુ વાલ, વટાણા અને ચોળા ચોમાંચાના ચાર મહિના ખાવા જોઈએ નહી.