Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateચોરો પર થયેલ પહેલું સંશોધન....

ચોરો પર થયેલ પહેલું સંશોધન….

Published by : Rana Kajal

ચોરો પર ઍક મહત્વનું સંશોધન કરવામાં આવ્યુ છે જેમાં ચોરો કેવી જગ્યા કે મકાનોને સોથી વધુ નિશાન બનાવે છે. તે અંગે ખાસ સંશોધન કરવામાં આવ્યું હતુ . સંશોધનમાં જણાયું કે ચોરો તેમની નજીક આવેલા વિસ્તારોમા ચોરી કરવું વધુ પસંદ કરે છે કારણ કે નજીકના  વિસ્તારોથી ચોરો પરિચિત હોય છે. આવી બાબત 70 ટકા ચોરીના બનાવોમાં જણાઈ છે.

જ્યારે 72 ટકા ચોરીના બનાવોમાં ચોરોએ મકાનમાં પાર્ક કરેલ મોંઘી કાર પરથી ચોરી કરવાનો નિર્ણય કરે છે. ચોરો ચોરી કરતાં પહેલાં નેમ પ્લેટ અવશ્ય વાંચે છે અને પછી નક્કી કરે છે કે ચોરી કરવી કે નહીં મહેનત માથે ન પડે તેનો ખાસ વિચાર કરે છે. મદ્રાસ વિશ્ર્વ વિધાલયમાં ચોરો પર ખાસ સર્વે કરવામાં આવ્યો છે. ચોરો પર સર્વે કરવામાં આવ્યો હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો છે. ચોરો રેકી અવશ્ય કરે છે અને ટારગેટ નકકી કરે છે ચોરો તહેવારના દિવસો અને લગ્ન પ્રસંગના દિવસો ખાસ ધ્યાનમાં રાખે છે કારણ કે આ સમયે લોકો બેંકના લોકરોમાંથી ઘરેણાં અને રોકડા નાણાં ઘરમાં રાખતા હોય છે. સર્વે કરનારે 314 ચોરો પર સ્ટડી કર્યોં હતો અને 300 પેજનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. રીપોર્ટ માં જણાવાયુ છે કે  63 ટકા કિસ્સાઓમાં માત્ર નેમ પ્લેટ પરથી ચોરોએ ચોરી કરવાનો નિર્ણય કર્યો હતો. 70 ટકા કિસ્સાઓમાં ચોરોએ નજીકના મકાન ચોરી કરવા નકકી કર્યાં હતા.  72 ટકા કિસ્સાઓમા ઘર નજીક પાર્ક કરેલ કીમતી કારના આધારે ચોરી કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ ઘરની બનાવટ અને લોકેશનને પણ ચોરો મહત્વ આપતા હોય છે ઘરની બહાર નીકળવાના ઍક કરતાં વધુ રસ્તા હોય તેવા મકાનોને ચોરો વધુ અગ્રિમતા આપતા હોય છે.

ગલીના છેલ્લા મકાનને ચોરો ટારગેટ કરતા નથી તેમજ પોલિસ પેટ્રોલીંગના સમયનો પણ ચોર ખ્યાલ રાખતા હોય છે તેમજ ચોરો પોતાના વાહનો કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કે અન્ય વાહનોનો વધુ ઉપયોગ કરતાં હોય છે. તેમજ ચોરોને સીસીટીવી  કેમેરા કરતાં કૂતરાની બીક વધુ લાગે છે. સીસીટીવી પર ચોરો કપડું ઢાંકી દે છે. ચોરો બંધ મકાનના પાછલા દરવાજાનુ તાળું તોડવાનો પ્રયાસ કરે છે તેમને ખબર હોય છે કે મુખ્ય દરવાજા કરતાં પાછલા દરવાજાનું તાળું હલકું હોય છે ચોરો કપડાં અને રોડથી તાળા તોડતા હોવાનુ પણ જણાયું છે. તાળું તોડવામાં ચોરોને દસથી બાર સેકંડનો સમય લાગે છે અને ચોરો બેડ રૂમ, કિચન અને પૂજા ઘરને વધુ મહત્વ આપે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security