Published by : Rana Kajal
તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં હાલમાં જ એક નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસે કહ્યું હતું કે તુનિષા શર્માએ આત્મહત્યા કરી એની ગણતરીની મિનિટો પહેલાં શિજાન સાથે વાત કરી હતી. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે શિજાન તપાસમાં સહયોગ આપતો નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આત્મહત્યા પહેલાં શિજાન તથા તુનિષા વચ્ચે શું વાત થઈ હતી. તુનિષાએ ત્રણ વાગ્યે શિજાન સાથે લંચ લીધું હતું અને સવા ત્રણે આત્મહત્યા કરી લીધી હતી. 15 મિનિટની અંદર તુનિષાના મનમાં કેમ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. બંને વચ્ચે લંચ દરમિયાન કંઈ થયું હતું કે નહીં, એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. કોર્ટે શિજાનની પોલીસ કસ્ટડી બે દિવસ વધારી દીધી છે અને તે 30 ડિસેમ્બર સુધી જેલમાં જ રહેશે.
હવે તુનિષાની માતા વનીતા શર્માએ શિજાન પર સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે દીકરીના એક્સ બોયફ્રેન્ડ શિજાન પર ડ્રગ્સ લેવાનો આક્ષેપ કર્યો છે.વનીતાએ વધુમાં કહ્યું હતું કે તેમને એ ખ્યાલ નથી કે શિજાન ક્યારથી ડ્રગ્સ લેતો નથી. શિજાનને મળ્યા બાદ તુનિષાની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હતી.
તુનિષાએ સુસાઇડ કર્યું એ દિવસે શિજાને સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક વાત કરી હતી. આટલું જ નહીં, શિજાને આ ચેટ પણ ડિલિટ કરી નાખી હતી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે જો સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથેની એ ચેટમાં કંઈ જ ખોટું નહોતું તો પછી શિજાને એને ડિલિટ કેમ કરી? શિજાનની આ સિક્રેટ ગર્લફ્રેન્ડ પણ ટીવી સિરિયલની એક્ટ્રેસ છે અને તે મુંબઈમાં જ રહે છે.
પોલીસે દાવો કર્યો છે કે શિજાન સતત પોતાના નિવેદનો બદલી રહ્યો છે. તુનિષા સાથેના બ્રેકઅપ બાદ દીકરીના કહેવાથી વનીતા શર્માએ શિજાનની માતા તથા શિજાન બંને સાથે વાત કરીને સજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દિવસમાં ઘણીવાર શિજાનને લૉકઅપમાંથી બહાર લાવીને પૂછપરછ કરે છે, પરંતુ તે તપાસમાં સહયોગ આપતો નથી.પોલીસે ત્રણ ફોન જપ્ત કર્યા છે, જેમાં બે આઇફોન છે. પોલીસે શિજાનના વ્હોટ્સએપની ચેટ લેપટોપમાં લીધી છે, જેમાં શિજાને તુનિષા તથા તેની માતા સાથે પણ વાત કરી છે. આ ઉપરાંત શિજાને પોતાની માતા સાથે પણ વાત કરી હતી. પોલીસ આ ચેટને આધારે પુરાવા ભેગા કરી રહી છે.




