Home Bharuch દહેજ અદાણી ફાઉન્ડેશને વાગરાની 14 શાળાઓમાં ઉજવ્યો દાદા-દાદી દિવસ

દહેજ અદાણી ફાઉન્ડેશને વાગરાની 14 શાળાઓમાં ઉજવ્યો દાદા-દાદી દિવસ

0
  •  280 ગ્રાન્ડ પેરેન્ટ્સનું કરાયું સન્માન
  • પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા – દાદી દિવસની ઉજવણી કરવામા આવી

ભરૂચ અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત ગ્રાન્ડ પેરંટ્સ ડે દિવસની ઉજવણી વિદ્યાર્થીઓ અને એમના દાદા – દાદી સાથે કરવામા આવી હતી. જિલ્લાના વાગરા તાલુકાની 14 શાળાઓમાં ઉજવણી કરવામા આવી હતી  દાદા – દાદી થોડાં માતાપિતા , થોડાં શિક્ષક અને થોડાં શ્રેષ્ઠ મિત્ર છે. કેટલીકવાર આપણે ભૂલી જઈએ છીએ કે દાદા દાદી કેટલા મહત્વપૂર્ણ અને વિશેષ છે. દાદા – દાદી અને બાળકોનું એક વિશેષ જોડાણ છે. દાદા દાદી લાંબુ જીવે છે અને બાળકોને ભાવનાત્મક રીતે સ્થિતિસ્થાપક બનાવે છે. પ્રોજેક્ટ ઉત્થાનના સહાયકો દ્વારા શાળાઓમા દાદા દાદીના દિવસની ઉજવણી કરવાની પરંપરા રહી છે.

આ પ્રવૃતિ થકી જ વિદ્યાર્થીના કુટુંબ સાથે પણ સમય પસાર થાય છે. મંગળવારે ગ્રાન્ડ પેરંટ્સ ડેની ઉજવણી 14 શાળાઓ લખીગામ , લુવારા , જાગેશ્વર , દહેજ , જોલવા , સુવા , રહીયાદ , કોળીયાદ , વેગણી અને કલાદરા શાળા કરવામા આવી હતી. શાળા તરફથી ઉજવણીનું આમંત્રણ પત્ર પૌત્ર – પૌત્રી એમના દાદા – દાદી માટે લઈ ગયા હતા. આ દિવસની ઉજવણીનો હેતુ દાદા – દાદીને તેમના પરિવારો માટે આપેલા બલિદાન માટે સન્માન કરવાનો હતો.

તેઓ જે નૈતિક સમર્થન , માહિતી અને માર્ગદર્શન આપી શકે છે તે અંગે બાળકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ માટે ખાસ તૈયાર થયેલા સ્વાગત ગીતથી દિવસની શરૂઆત થઈ હતી. દાદા દાદીના તંદુરસ્ત દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમયે બાળકોએ એમના દાદા દાદીને લખેલા લાગણીસભર પત્રનું વાંચન પણ કર્યું હતું.

બાળકોએ દાદા – દાદીને હાથે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ અને ગુલાબ સાથે સ્વાગત કર્યું હતું. સામેલ થયેલા લગભગ 280 જેટલા દાદા – દાદીએ સન્માન માટે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ શાળા પરિવાર અને ઉત્થાન સહાયકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version