- ભેટમાં હીરાજડિત સોનાના હાર, સોનાની કીરપાણ, સોનાના નાના પલંગ અને કલગીનો સમાવેશ…
બિહારના પટના સાહિબ ગુરૂદ્વારા ખાતે એક શ્રદ્ધાળુએ ભેટમાં આપેલી કિંમતી હીરાજડિત સોના વડે બનાવેલી5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી વસ્તુઓ ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં વસ્તુઓ અસલી કે છે કે નકલી એની લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
હકીકતમાં પંજાબના કરતારપુર નિવાસી ડો. ગુરવિંદર સિંહ સામરા નામના વ્યકિતએ ગત તા. 01 જાન્યુઆરી 2022ના રોજ ગુરૂદ્વારા સાહિબને આશરે 5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા હીરાજડિત સોનાના હાર, સોનાની કીરપાણ, સોનાના નાના પલંગ અને કલગીની ભેટ આપી હતી.
શીખ સંગતોને ભેટ મામલે શંકા જાગી હોવાથી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના વિરોધીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિવાદ થતા જ તખ્ત હરમંદિર પટના સાહિબે 5 લોકોની કમિટિ બનાવી હતી. દાન આપનારા ડો. સામરાએ જથ્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહર એ મસ્કીનના મોનિટરિંગમાં સામાન નિર્માણ પામ્યો હોવાની માહિતી આપી હતી. જેમાં વર્તમાન જથ્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહરએ મસ્કીનને ધાર્મિક ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. સાથે જ આ પ્રકારનું દાન આપનારા ડો. સામરાને તખ્ત હરમંદિર પટના સાહિબની ગરિમાને ઠેસ પહોંચાડવાના અને મનાઈ છતાં પણ મીડિયા સામે નિવેદન આપવાના ગુના બદલ સજા ફરમાવવામાં આવી છે.
કાર્યવાહીમાં દાન આપનારાને જેલના બદલે અલગ પ્રકારની જ સજા આપવામાં આવી છે. ડો. સામરાને એક અખંડ પાઠ કરવાની, 1100નો ખડા પ્રસાદ ધરવાની અને 3 દિવસ સુધી વાસણ અને ચંપલો કાઢવામાં આવે છે ત્યાં સેવા આપવા હુકમ કરવામાં આવ્યો છે.