Home NARMADA આનંદો ! સરદાર સરોવર ડેમ HOUSEFULL : જુઓ વિડીઓ

આનંદો ! સરદાર સરોવર ડેમ HOUSEFULL : જુઓ વિડીઓ

0

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આજે તેની પૂર્ણ મહત્તમ સપાટી સુધી પહોંચી ગયો છે અને જેને કારણે જ આવતી કાલે રાજ્યના સી.એમ. ભુપેન્દ્ર પટેલ દ્વારા માં નર્મદાના વધામણાં કરવામા આવી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.45 મીટરે નોંધાઈ છે. જેને લઈને નર્મદા નિગમના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે અને નર્મદા ડેમ હવે માત્ર 23 સેમી મીટર મહત્તમ સપાટીથી દૂર હોય આજે સાંજ સુધીમાં મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી જશે . જેને લઈને નર્મદા નિરના વધામણાં કરવા આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે જેને કારણે હાલ નર્મદા નિગમના અધિકારીઓએ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે આજે નર્મદા નિગમ દ્વારા માં નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણને પણ લઇ જઈ ડેમ પર કઈ જગ્યાએ પૂજા વિધિ કરવી એ અંગે જાણકારી લીધી હતી.

હાલ ઉપરવાસમાં થી પાણીની આવક – 2,23,308 ક્યુસેક આવી રહી છે. એટલે જે હાલ 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક.2,23,308 ક્યુસેક થઈ રહી છે ત્યારે આજે સવારે 10 દરવાજા 1.30 મીટર 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એટલે કે સવારે 10 કલાકના 10 દરવાજા ખોલી ને નર્મદા નદીમાં કુલ જાવક – 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમ ના 10 દરવાજા ખુલતા પ્રવાસીઓ પણ જેનો લ્હાવો લેવાનું ચુકતા નથી .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version