Published by : Rana Kajal
શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા માર્કશીટ અને પ્રમાણપત્રો તા.10મી મેના રોજ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે. બીજા દિવસે સ્કૂલો ખાતે માર્કશીટ મોકલી આપવામાં આવશે અને ધોરણ 12 સાયન્સ તેમજ ગુજકેટની માર્કશીટ તા.12 મી મેના શુક્રવારે વિદ્યાર્થીઓ જે તે શાળા ખાતેથી મેળવી શકશે એમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.