- 15 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી પર પહોંચે તેવી શક્યતા…
- સહુ માટે સારા સમાચાર…CM ભુપેન્દ્ર પટેલ કેવડીયા આવે તેવી સંભાવના…
સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી તા. 15 સપ્ટેમ્બરના રોજ વટાવે તેવી સંભાવના જણાઈ રહી છે આ આનંદના અવસરે ગુજરાત રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ કેવડીયા આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં સતત વધારો થઈ રહયો છે. નર્મદા ડેમમાં પાણીની સપાટી 137.94 મીટરે પહોંચે તેવી શક્યતા છે આમ 24 કલાકમાં પાણીની સપાટી 14 સે.મી. વધી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી – 138.68 મીટર છે. તા. 15 સેપ્ટમ્બરના રોજ ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચી જશે એમ જણાઈ રહ્યું છે ત્યારે આ આનંદના અવસરે ગુજરાત રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ નર્મદાના વધામણાં કરવા કેવડિયા આવશે તેવી શકયતા જણાઈ રહી છે. હાલ ડેમમાં પાણીની આવક 1,26413 ક્યુસેક છે. તે સાથે નર્મદા નદીમાં ટૉટલ જાવક 65076 ક્યુસેક પાણી છે. તા. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે સરદાર સરોવર ડેમને છલોછલ ભરી તેઓ માટે ભેટ અર્પણ કરવાનું પણ આ આયોજન હોઈ શકે.