- નેપાળ જઈને 5 મિનિટમાં ડિવાઇસ લગાવે છે ભારતીય મહિલાઓ
- 3 વર્ષની રાહત
વિશ્વનો 28મો સૌથી ગરીબ દેશ નેપાળ આ દિવસોમાં અનિચ્છનીય પ્રેગ્નન્સીને રોકવામાં એક આદર્શ બન્યો છે. ‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ)નું એક નાનું ડિવાઈસ આ નાના દેશને મોટો બનાવી રહ્યું છે.
કુટુંબ નિયોજનનું સૌથી જૂનું અને સૌથી સફળ મોડલનો અમલ કરતું ભારત પણ આ અનિચ્છનીય પ્રેગ્નન્સીને રોકવાની લગભગ 100 ટકા સફળ ટેક્નિક અપનાવી શક્યું નથી. અહીંથી મોટી સંખ્યામાં મહિલાઓ સરહદ પાર કરીને નેપાળ જઈ રહી છે. હજારો વર્ષોથી યુગલો માટે અનિચ્છનીય પ્રેગ્નન્સી એક સમસ્યા છે અને એનાથી બચવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. ઈજિપ્તમાં 3500 વર્ષ પહેલાં વીર્યને ગર્ભાશયમાં પ્રવેશતું અટકાવવા માટે મધ, ઝાડની છાલ અને પાંદડાંના કોટિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો.
વિશ્વના પહેલા કોન્ડમનો ઉલ્લેખ ગ્રીક પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યો છે, જે મુજબ ક્રેટના રાજા મિનોસ માટે બકરીના મૂત્રાશયમાંથી કોન્ડોમ બનાવવામાં આવ્યાં હતાં. આજના યુગમાં ઉપયોગમાં લેવાતા ગર્ભનિરોધકો ક્યારે અને કોણે બનાવ્યા, આવો… જાણીએ…
આવા ગર્ભનિરોધકોની શોધ પછી પણ સંપૂર્ણ ગર્ભનિરોધકની શોધનો અંત આવ્યો નહોતો, જે પુરુષ અને સ્ત્રી બંને માટે સલામત હોય, જે તેમને સંતોષ આપે અને જેને તે નિઃસંકોચપણે ખુલ્લેઆમ અપનાવી શકે. આવી સ્થિતિમાં ‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ) યુગલો માટે વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ વિશે વધુ જાણતાં પહેલાં જાણો આખરે કેટલા પ્રકારના ગર્ભનિરોધકો હોય છે? FPA ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (પ્રોગ્રામ્સ) અમિતા ધનુનું કહેવું છે કે આ ડિવાઇસના આવવાથી ગર્ભનિરોધકના ઉપયોગને પ્રોત્સાહન મળશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં જ તેને ‘નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ’માં સામેલ કરશે, જેથી વધુ ને વધુ મહિલાઓને તેનો લાભ મળી શકે.
આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવા 6 મહિનામાં 400 મહિલા નેપાળ ગઈ હતી
ભારતમાં સરકારી હોસ્પિટલોમાં કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ) સ્થાપિત કરવામાં આવતા નથી. તેમને ખાનગી હોસ્પિટલોમાં પણ સ્થાપિત કરવું સરળ નથી, જ્યારે પાડોશી દેશ નેપાળમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં એને નિ:શુલ્ક સ્થાપિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતનાં ઘણાં રાજ્યોમાંથી મહિલાઓ આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવા માટે સરહદ પાર કરી રહી છે અને પાડોશી દેશમાં નેપાળમાં જઈ રહી છે.
‘ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ નેપાળ (FPAN)’ નેપાળ સરકાર સાથે મળીને પરિવાર નિયોજનના મુદ્દે કામ કરી રહ્યું છે. FPANના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નરેશ પ્રતાપ કે.સી.એ ભાસ્કરને જણાવ્યું હતું કે ‘કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ નેપાળમાં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમનો એક ભાગ છે. તેમને નેપાળમાં સ્થાપિત કરવા માટે ડૉક્ટરની જરૂર નથી. અહીંની નર્સો અને આરોગ્યકર્મચારીઓ મહિલાઓમાં આ ડિવાઈસ ઇન્સ્ટોલ કરી રહ્યા છે. અમારી પાસે ભારતથી આવતી મહિલાઓની સંખ્યા પણ ખૂબ વધારે છે. આ મહિલાઓ ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી આવે છે.
નેપાળના તરાઈ વિસ્તારમાં FPANના 5 ક્લિનિક છે, જ્યાં ભારતીય મહિલાઓ આ ડિવાઇસને ઇન્સ્ટોલ કરાવવા માટે જાય છે.
ક્યારે ઉપયોગ ન કરવો
- જો તમને લાગે છે કે તમે પ્રેગ્નન્ટ છો.
- તમારા પિરિયડ્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવા નથી માગતા.
- એવી કોઈ દવા લઇ રહ્યા હોય, જેની અસર ઇમ્પ્લાન્ટ્સ પર પડે.
- પાર્ટનર સાથે સંબંધ બાંધવામાં અથવા પિરિયડ્સ દરમિયાન વધુ બ્લીડિંગ થતું હોય.
- સ્ટ્રોકની કે હાર્ટની કોઈ સમસ્યા હોય તો.
- લિવરની બીમારી હોય તો.