Home Earth નેપ્ચ્યૂન ગ્રહના રિંગ્સની ત્રણ દાયકા બાદ સૌથી સાફ તસ્વીર આવી સામે…

નેપ્ચ્યૂન ગ્રહના રિંગ્સની ત્રણ દાયકા બાદ સૌથી સાફ તસ્વીર આવી સામે…

0
  • નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અદભૂત કમાલ કર્યો
  • મીથેનની હાજરીના કારણે નેપ્ચ્યુન ગ્રહને વાદળી રંગ તરીકે જોઈએ છે
  • મીથેનની હાજરીના કારણે નેપ્ચ્યુન ગ્રહને વાદળી રંગ તરીકે જોઈએ છે

નેપ્ચ્યૂન ગ્રહનું સૌથી સ્પષ્ટ ચિત્ર નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે.

નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે વધુ એક અદભૂત કમાલ કરી છે. નાસા(National Aeronautics and Space Administration) દ્વારા લેવામાં આવેલી નવી તસવીર જાહેર કરવામાં આવી છે. નેપ્ચ્યૂન ગ્રહની આ તસવીરમાં તેની રિંગ્સ(વલયો) જોવા મળે છે. નેપ્ચ્યૂનની સૌથી સ્વચ્છ અને નજીકનું ચિત્ર આશરે ૩૦ વર્ષ પહેલા જોવા મળ્યું હતું. વોયેજર 2 અવકાશયાન 1989માં ગ્રહની નજીક ઉડાન ભરી હતી. વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં ઘણી બ્રાઇટ રિંગ્સ ઉપરાંત ઝાંખી ધૂળવાળી બેન્ડ પણ જોવા મળી રહી છે.

એક પત્રકાર પરિષદમાં નેપ્ચ્યૂન સિસ્ટમ એકસપર્ટ હેઇડી હેમેલે જણાવ્યું હતું કે, “અમે છેલ્લે ત્રણ દાયકા પહેલા આ અસ્પષ્ટ, ધૂંધળી રિંગ જોઈ હતી.” આ પહેલીવાર છે જ્યારે અમે તેને ઇન્ફ્રારેડમાં જોય છે.

આપણી પૃથ્વીની તુલના કરતા સૂર્યથી 30 ગણું વધુ દૂર નેપ્ચ્યૂન આવેલ છે. મિથેનની હાજરીને કારણે આપણે હંમેશા નેપ્ચ્યુનને વાદળી ગ્રહ તરીકે જોઈએ છીએ. ગુરુ અને શનિ ગ્રહની તુલનામાં નેપ્ચ્યુન હાઇડ્રોજન અને હિલિયમ જેવા ભારે તત્વોથી સમૃદ્ધ છે. જ્યારે આપણે જેમ્સ વેબ ટેલિસ્કોપની નજીક-ઇન્ફ્રારેડ કેમેરાની ઇમેજ જોઈએ છીએ, ત્યારે નેપ્ચ્યુન વાદળી દેખાતો નથી. આનું કારણ એ છે કે તે નજીકની-ઇન્ફ્રારેડ રેન્જમાં પ્રકાશને પકડે છે. આ તમામ બાબતો ઉપરાંત આ તસવીરમાં વિષુવવૃત્ત પર ચક્કર લગાવતી પાતળી ચમકદાર રેખા પણ જોઇ શકાય છે.

નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષા આશરે 164 વર્ષની છે. જેના પગલે તેનો ઉત્તર ધ્રુવ સારી રીતે દેખાતો નથી. પરંતુ પહેલીવાર નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા તેની આવી તસવીર ખેંચવામાં સફળતા મળી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version