Published by : Rana Kajal
મતદારોને જો કોઈ ઉમેદવાર ન ગમે તો તેઓ માટે નોટાનું ઓપ્શન રાખવામા આવ્યું છે. કેટલીક વખત નોટા કેટલાક ઉમેદવારની હાર જીત નક્કી કરી દે છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે પરંતુ કોઈ ઉમેદવાર ન ગમે તો તેને મત ન આપવો હોય તેવા સંજોગોમાં આ નોટનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નોટા મતોનુ કોઇ ખાસ મહત્વ હોતું નથી. એટલુ જ નહિ પરંતુ એમ પણ માનવામાં આવે છે કે હાર જીતના પરીણામ અંગે નોટા મતો મહત્વના સાબિત થતા નથી. પરંતુ આવી માન્યતા સાચી નથી . જેમ કે વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીમાં નોટા મત પાંચ લાખ કરતાં વધુ હતા. એટલુ જ નહી ભાવનગરની તળાજા બેઠક પર વિજેતા ઉમેદવાર 1779 મતથી જીત્યા હતા જ્યારે નોટા ના મતો 2918 હતા




