Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ સિવાયના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી બહાર પાડવાની શરૂઆત કરી છે. ત્યારે ચૂંટણી અગાઉ દિવસો પહેલા ઉમેદવાર જાહેર કરવા કોઈક વાર જોખમી પણ સાબિત થઇ શકે છે. જેમકે લીંબડી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મયુર સાકરીયાને જાહેર કરવામાં આવ્યા તે સાથે જ આમ આદમી પાર્ટીના પ્રવકતા, અને સંગઠન મંત્રી સહીત 30 કરતાં વધુ કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામુ આપવાની ચીમકી પણ આપી હતી. આવું અનેક વાર થતું હોય છે. રાજકારણમાં આવ્યા બાદ કેટલાકની મહત્વાકાંક્ષાઓ ખૂબ વધી જાય છે અને પોતે સારો ઉમેદવાર હોય શકે તેમ માનતા હોય છે. ત્યારે દરેક પાર્ટીમાં આવા નારાજ કાર્યકરોને મનાવવા માટે ડેમેજ કંટ્રોલ ટિમ પણ હોય જ છે જે ચૂંટણી પહેલા તમામને સમજાવી પુનઃ ઘી ને ખિચડીમાં ઢોળી નાખવાનો પ્રયાસ કરે છે.




