Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateપશ્ચિમ રેલ્વે પેપરલેસ : તમામ ટ્રેનોમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ HHT નો 100%...

પશ્ચિમ રેલ્વે પેપરલેસ : તમામ ટ્રેનોમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ HHT નો 100% અમલ

Published by : Anu Shukla

  • પશ્ચિમ રેલ્વે પર ચાલતી તમામ 298 પેસેન્જર ટ્રેનોમાં 1385 ટિકિટ ચેકીંગ સ્ટાફ દ્વારા HHT નો ઉપયોગ
  • પહેલીવાર 2018માં ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં ટેબલેટ સ્વરૂપે HHT ઉપકરણો રજૂ WR એ રજૂ કર્યા હતા

વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે વિવિધ તકનીકી પ્રગતિઓ સાથે આગળ વધી રહી છે. પશ્ચિમ રેલ્વે હંમેશા અગ્રેસર રહી આ દિશામાં અનેક પહેલ કરી છે. ગો ડિજિટલ હેઠળ TTE દ્વારા હેન્ડ હેલ્ડ ટર્મિનલ HHT નો ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા ચાલતી તમામ 298 ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી યાદી મુજબ, પશ્ચિમ રેલ્વે પર ચાલતી તમામ 298 મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ્સ (HHT) આપવામાં આવ્યા છે. મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં કામ કરતા કુલ 1385 ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ આપવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવેમાંથી પસાર થતી અન્ય રેલવેની ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ પણ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ દ્વારા HHTથી કરવામાં આવે છે. આ HHTs ટિકિટ ચેકિંગ સ્ટાફને RAC અને વેઇટલિસ્ટ પેસેન્જરોને ખાલી બર્થ ફાળવવામાં મદદ કરે છે અને સર્વર પર સીટ/બર્થ ઓક્યુપન્સી વિશે અપડેટ માહિતી મોકલવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

રીઅલ-ટાઇમ માહિતી HHT એ GPRS દ્વારા PRS ને મોકલવામાં આવે છે અને પછીના સ્ટેશનો પર વેઇટલિસ્ટ મુસાફરોને ખાલી બર્થ ફાળવી શકાય છે. ભારતીય રેલ્વેને તેની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. જો કોઈ મુસાફર ટ્રેન ચૂકી જાય અથવા ચાર્ટ તૈયાર કરતા પહેલા તેની ટિકિટ કેન્સલ કરે. તે સીટ એલોટમેન્ટ સિસ્ટમમાં વધુ સારી પારદર્શિતા પણ સુનિશ્ચિત કરે છે અને બોજારૂપ મેન્યુઅલ પ્રક્રિયાને દૂર કરે છે.

HHTના અમલીકરણ સાથે, પ્રિન્ટીંગ ચાર્ટની સિસ્ટમ અપ્રચલિત થઈ ગઈ છે, જેના કારણે પેપરલેસ કામ થઈ રહ્યું છે. પશ્ચિમ રેલ્વેએ પહેલીવાર 2018માં ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં ટેબલેટ સ્વરૂપે HHT ઉપકરણો રજૂ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security