બંધ મકાન , સુણી શેરિયો , ખાલી પડેલા ફળિયા , ગામમાં માત્ર એકલ દોકલ વૃદ્ધોજ …જ્યાં જુવો ત્યાં તાળા ..
આપણે જાણીયે આવુજ કંઈક એક ગામ ઝરીબુઝર્ગનું. ગામમાં ખુબજ ઓછી ચહલ પહલ. લોકો એ સ્થળાંતર કર્યું. લોકો પાસેથી જાણવા મળ્યું કે અહીં થી મોટા ભાગના લોકો બહાર મજૂરી કરવા ગયા છે .
ઝરીબુઝર્ગ 2011ની વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું કે ત્યાં 14000ની વસ્તી હતી. અત્યારે માંડ 4000 થી ઓછા લોકો રહે. 80% લોકો અહીંથી સ્થતળાંતર કરી ગયા. જે થોડાઘણા લોકો ગામમાં જોવા મળે છે તે વડીલો અને બાળકો છે .
ત્યાંના એક માજી એ જણાવ્યું કે તેમના પાંચ છોકરાઓ હોવા છતાં તેવો એકલા રહે છે, છોકરાઓ મજૂરી કરે એવા થયા ત્યારના બહાર મજૂરી માટે જતા રહા છે. બીજા એક બુજુગે જણાવ્યું કે તેમના ગામના અને આજુબાજુના ગામડાના ઘણા લોકો બહાર મજૂરી માટે જતા રહ્યા છે.
આ ગામમાંથી અને ઘણા આજુબાજુ ના ગામડામાંથી લોકો અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ જતા રહ્યા છે. ગામના આ બધા યુવાનો બાર મહિનામાં આઠ મહિના બહાર રહે છે.
ગામના અમુક યુવાનો એ જણાવ્યું કે અહીં રોજગારી મળતી નથી તેથી લોકો બહાર જતા રહે છે. એમ પણ જણાવે છે એમના બાળકોનું ભવિષ્ય પણ મહત્વ નું છે એથી સ્થળાંતર કરવું પડે.
દાહોદના અમુક તાલુકામાં આજ સ્થિતિ છે એનું કારણ છે …ગુજરાતનો છેવાડાનો જિલ્લો ત્યાં રોજગારીનો અભાવ છે. અહીં કોઈ મોટો ઉધોગ કે ઇન્ડસ્ટ્રી નથી અને ખેતીની જમીન પણ એટલી ઉપજાવ નથી કે તેવો ખેતી કરીને કમાઈ શકે . વધારામાં પાણીનો પ્રશ્ન …વરસાદના અભાવે પણ પાણીનો પ્રશ્ન. મોટા પરિવારના લોકોની પાસે બીજો વિકલ્પ ન હોવાથી ભરણપોષણના લીધે રોજગારી માટે બહાર જવું પડે છે.રોજી કમાવા માટે યુવાનોનું પ્રસ્થાન…ગામડા બન્યા સુમસાન…




