Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateપાકિસ્તાની ફિલ્મ 'The Legend Of Maula Jatt'ની ભારતમાં રિલીઝ કરવા મામલે દેશમાં...

પાકિસ્તાની ફિલ્મ ‘The Legend Of Maula Jatt’ની ભારતમાં રિલીઝ કરવા મામલે દેશમાં રાજકીય ખળભળાટ….

ફવાદ ખાન અને માહિરા ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘The Legend Of Maula Jatt’એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં તમામ પાકિસ્તાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં 13 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ભૂતકાળમાં આવેલા અનેક મીડિયા અહેવાલ પ્રમાણે હવે આ ફિલ્મને ભારતમાં પણ રિલીઝ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.પાકિસ્તાની ફિલ્મ ‘The Legend Of Maula Jatt’ની ભારતમાં રિલીઝ કરવા મામલે દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અમેય ખોપકરે ‘The Legend Of Maula Jatt’ ભારતમાં રિલીઝ નહીં કરવાની ધમકી આપી છે.

અમેય ખોપકરે ટ્વિટર દ્વારા આ ફિલ્મની રિલીઝ પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વિટમાં લખ્યું કે, ‘પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘The Legend Of Maula Jatt’ ભારતમાં રિલીઝ કરવાની યોજના છે. સૌથી રોષની વાત તો એ છે કે એક ભારતીય કંપની આ યોજનાનું નેતૃત્વ કરી રહી છે. પરંતુ રાજ સાહેબના આદેશ મુજબ અમે આ ફિલ્મને ભારતમાં ક્યાંય પણ રિલીઝ થવા દઈશું નહીં.’

આટલું જ નહીં અમેય ખોપકરે અન્ય એક ટ્વિટમાં ફવાદ ખાનના ભારતીય ચાહકોને દેશદ્રોહી કહ્યા છે. તેણે લખ્યું છે કે ‘ફવાદ ખાનના ચાહકો, દેશદ્રોહી પાકિસ્તાનમાં જઈને તેની ફિલ્મ જોઈ શકે છે.’મળતી માહિતી પ્રમાણે ‘The Legend Of Maula Jatt’ પાકિસ્તાનમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મે વિદેશોમાં કમાણીના મામલામાં તમામ પાકિસ્તાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ સાથે સાથે તે ફિલ્મે બોલિવૂડની ઘણી ફિલ્મોને પણ પછાડી દીધી છે. આ ફિલ્મ 200 કરોડની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે પાકિસ્તાનમાં 80 કરોડની કમાણી કરી છે. જ્યારે વિદેશમાં આ ફિલ્મે 120 કરોડનું કલેક્શન કર્યું છે. ‘The Legend Of Maula Jatt’ ક્લાસિક ફિલ્મ ‘મૌલા જટ્ટ’ની રિમેક છે. આ ફિલ્મ નૂરી નટ્ટ અને મૌલા જટ્ટ વચ્ચેની દુશ્મનાવટ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ ડૉ. અસદ જમીલ ખાન અને અમ્મારા હિકમત દ્વારા કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security