સોમનાથ રેલવે સ્ટેશનનું રૂ. 157.4 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં એટલે કે 2025માં આ કામ પૂરું થઈ જશે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરશે.
સ્ટેશનની ડિઝાઈન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાને આધારે તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રાચીન તેમજ આધુનિક વાસ્તુકલા પણ જોવા મળશે. રેલવે સ્ટેશનના પુન: નિર્માણની કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે.
• ભીડ ના રહે તે મુજબનું પ્લેટફોર્મ અને અંદર આવવા, બહાર જવાની વ્યવસ્થા કરાઈ
• આધુનિક પાર્કિંગ, કોનકોર્સ વેઈટિંગ રૂમ
• આખા સ્ટેશનમાં વાઈ-ફાઈની સુવિધા પણ હશે
• ઊર્જા, પાણી તથા સંસાધનોનો ઉપયોગ થશે
• સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે
• બેટરી સંચાલિત વાહનોના સંચાલનની સુવિધા
• અત્યાધુનિક સંરક્ષણ સાથે અને સુરક્ષા વ્યસ્થા કરાઈ
સોમનાથ રેલવે સ્ટેશનની મંદિરની જેમ કાયાપલટ, વાસ્તુશિલ્પની ડિઝાઇન, 12 શિખર જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરશે…
RELATED ARTICLES




