Published by : Rana Kajal
તમિલનાડુ રાજયના ડિંડીગુલમાં કુતરાને કુતરો કહેવાથી હત્યા થઇ હોવાની અજીબો ગરીબ ઘટના બની છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શખ્સના કુતરાને કુતરો કહેતા તેને ખોટું લાગી ગયું હતું. ગુસ્સામાં આવીને શખ્સે ૬૨ વર્ષના બુર્ઝુંગની હત્યા કરી નાખી હતી. આવી નાની અમથી વાતમાં હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. મૃતકનું નામ રાયપ્પન જે હત્યારા ડોગપાલકનું નામ ડેનિયલ હતું. રાયપન્ન અને ડેનિયલ બંને પાડોશી હતા.
રાયપન્ને પોતાના પૌત્ર કેલ્વિનને પાણીનો પંપ બંધ કરીને હાથમાં લાકડી રાખવાની સૂચના આપી હતી. પાડોશીનો કૂતરો નજીકમાં હોવાથી તેનાથી બચવા માટે કુતરા એવો શબ્દ ઉચ્ચાર્યો હતો. આ સાંભળીને ડોગનો માલિક ડેનિયલ ભડકી ગયો હતો. રાયપન્ન પર હુમલો કરીને છાતી પર ચડીને મુક્કા મારવા લાગ્યો હતો. રાયપન્ન લોહી લુહાણ થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જ મુત્યુ થયું હતું. મૃતક પરીવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપીના પરીવારે પોલીસને જણાવ્યું હતું કે તેમને આમ તો કોઇ વેરઝેર ન હતું પરંતુ અમારા પાળેલા ડોગને કુતરો કહીને બોલાવતા હતા. આ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં મૃતક માનતા ન હતા. પોતાના માટે એ જાનવર નથી પરંતુ પરિવારનું સભ્ય છે.આ વિચિત્ર લાગતી ઘટનાએ ચકચાર જગાવી છે.




