Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપિતાને ગુમાવ્યાની વેદના વળોટીને વડોદરાના શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ...

પિતાને ગુમાવ્યાની વેદના વળોટીને વડોદરાના શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો…

વડોદરા

ગુજરાતની મલખંભ ટીમના સદસ્ય અને 36મી નેશનલ ગેમ્સના સૌથી ઓછી વયના રમતવીર, શૌર્યજીત ખૈરે ગુજરાત માટે કાંસ્ય પદક જીતીને અનોખું શૌર્ય બતાવ્યું છે.આ નન્હા ખેલવીર માટે એના પિતા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતા તેમજ અંગ કસરતની આ રમતમાં એમની પ્રેરણાથી જ આ wonder kid માં પ્રવેશ્યો હતો.એમનું આ રાષ્ટ્રીય સ્પર્ધા પૂર્વે જ નિધન થવા છતાં,પિતૃશોકની અપાર વેદનાને વળોટીને એણે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કાંસ્ય પદક જીતી પોતાના રાજ્ય વડોદરાને ગૌરવ અપાવવાની સાથે તેના સ્વર્ગવાસી પિતાના ચરણોમાં પદક મૂકી પિતૃ-તર્પણ કર્યું હતું.તેની આ સિદ્ધિને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ માત્ર બિરદાવી નહિ પણ મેડલ વીનર મેચનો વિડિયો સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર મૂકી તેનો હોંસલો વધાર્યો હતો.

યાદ રહે કે ગુજરાતના છોકરા અને છોકરીઓની મલખંભ ટીમ વડોદરાના ખેલાડીઓની બનેલી હતી. શહેરમાં સદીથી વધુ જૂની નામાંકીત પ્રો.માણેકરાવ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં તેમને સ્પર્ધા પહેલાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. શૌર્યએ પોલ મલખંભની એપાર્ટસ ઇવેન્ટમાં ચંદ્રક મેળવ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે હરીફાઈ જો કે ખૂબ તીવ્ર હતી પરંતુ મારા આત્મવિશ્વાસે મને પીઠબળ આપ્યું અને ચંદ્રક વિજેતા બનાવ્યો.મારા સ્વર્ગસ્થ પિતાશ્રી એ મારી શક્તિઓમાં અટલ વિશ્વાસ મૂક્યો અને દરેક સ્પર્ધામાં મારી સાથે રહ્યાં, એ માટે હું એમનો દિલથી ઋણી છું. મારા કોચ જીત સપકાલ અને તાલીમ સંસ્થા જુમ્માદાદા વ્યાયામ મંદિરનું પીઠબળ મારી મૂડી બની રહી છે.

આ સ્પર્ધામાં ગુજરાતના છોકરા અને છોકરીઓની ટીમે વ્યક્તિગત અને એપાર્ટસ ઇવેન્ટમાં હરીફાઈ કરી હતી.રાજ્યની ટીમના તમામ ૧૨ ખેલાડીઓ વડોદરાના હતા જે અદભુત ગર્વની બાબત છે.સ્પર્ધામાં ગર્લ્સ ટીમ 5 માં સ્થાને અને બોયઝ ટીમ 6થા સ્થાને રહીને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.

ગર્લ્સ ટીમની નેત્રા બારોટે જણાવ્યું કે સ્પર્ધામાં અમે અમારાથી વરિષ્ઠ અને પીઢ ખેલાડીઓનો મુકાબલો કર્યો હતો.અમે ભલે જીત્યા નથી પણ કેવી રીતે જીતાય એના કૌશલ્યો શીખ્યા છે જે ભવિષ્યની સ્પર્ધાઓમાં વિજેતા બનવામાં મદદરૂપ બનશે.ગઈકાલે પાછી ફરેલી ટીમના સદસ્યો અને ચંદ્રક વિજેતા શૌર્યને ખુલ્લી જીપમાં સન્માન શોભાયાત્રા કાઢીને વધાવવામાં આવ્યા હતા.શૌર્યની સિદ્ધિને કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પણ સોશિયલ મીડિયા પર બિરદાવી હતી. ટીમને આવકારવામાં આ રમતના ચાહકો, ખેલાડીઓના પરિવારજનો અને તાલીમદાતાઓ જોડાયા હતા.

( ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security