Home BOLLYWOOD બોલીવુડ ની હિરોઇનો પર પનોતી બેઠી….

બોલીવુડ ની હિરોઇનો પર પનોતી બેઠી….

0

સુકેશની તપાસ દરમિયાન તે અન્ય ચાર હિરોઇનોને તિહાર જેલમાં મળ્યો હોવાનો થયેલ ખુલાસો……

બોલીવુડની અભિનેત્રીઓ પર પનોતીની ગ્રહદશા ચાલી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. મની લોણ્ડ્રિંગના કેસમાં ઝડપાયેલ સુકેશે તિહાર જેલમાંથી ખંડણીનુ નેટવર્ક ઉભુ કર્યું હતું સાથે જ જુદી જુદી અભિનેત્રીઓને મળવા અને તેમને મોંઘી ભેટસોગાદ આપવાની પણ યોજના બનાવતો હતો. ત્યારે તેની તપાસમાં અનેક હિરોઈનો સાથે તેના સંપર્ક બહાર આવ્યા છે.

તિહાર જેલમાંથી ખંડણીનું નેટવર્ક ઊભું કરનાર સુકેશને બોલિવુડની કેટલીક હિરોઈનો તિહાર જેલમાં મળવા અગાઈ હોવાના ખુલાસા થયા છે.  સુકેશની સાથી એવી પિંકી ઈરાની દ્વારા યોજના  ગોઠવાતા બોલીવુડની અભિનેત્રી ચાહત ખન્ના, સોફિયા સિંહ, આરૂષા પાટિલ અને નિકી તંબોલી પણ સુકેશને મળવા તિહાર જેલમાં ગઇ હોવાનું બહાર આવ્યું છે. તેથી આવનાર દિવસોમાં પોલિસ આ ચાર અભિનેત્રીઓને પણ સમન્સ મોકલે અને તપાસ માટે બોલાવે તેવી સંભાવના જણાઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version