Home Bhadbut ભરુચના ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોના યોગ્ય...

ભરુચના ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોના યોગ્ય વળતરની માંગ સાથે આવેદન…

0

Published By : Aarti Machhi

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ યોજનાના નેજા હેઠળ અંકલેશ્વર તાલુકાનાં ધંતૂરીયા ગામ સહિતના ગામોની વિધવા મહિલાઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોમાં જાત મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.સાથે આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી છે તેવામાં જમીનોનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ કારણ વિના જાહેરનામાની મુદ્દત લંબાવી કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવેલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય જેઓ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે હેરાન થઈ રહ્યા છે.અને કેવી રીતે જીવન જીવવું તેવી દુવિધામાં મુકાયા છે.ત્યારે જમીનોનું વળતર 2011ની જંત્રી પ્રમાણે નહીં પરંતુ હાલના જંત્રી મુજબ યોગ્ય વળતર આપવા સાથે અન્ય ગામોને પણ સરખું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version