Home Bharuch ભરૂચ નગરપાલિકાનું ચોફેર વિકાસ દર્શાવતું ફુલગુલાબી ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર…

ભરૂચ નગરપાલિકાનું ચોફેર વિકાસ દર્શાવતું ફુલગુલાબી ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર…

0

Published by : Rana Kajal

  • ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ
  • સુચિત વેરા વધારા અંગે વિપક્ષ દ્વારા વિરોધ કરાયો
  • પાણીવેરામાં 51 ટકા જ્યારે સફાઈ અને લાઈટવેરામાં 5 ટકા વધારાની દરખાસ્ત અઢી લાખ પ્રજા પર કરોડોનું ભારણ વધારશે

ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં આજે મંગળવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ₹168.47 કરોડનું 12.64 કરોડની પુરાંતવાળુ બજેટ સત્તાધારી ભાજપ પક્ષે બહુમતીના જોરે સર્વાનુમતે મંજુર કરાવ્યું હતું.

પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ, મુખ્ય અધિકારી, શાસક પક્ષ સહિત વિપક્ષ અને તમામ સભ્યોની ઉપસ્થિતિમાં 3 કલાક મેરેથોન બજેટ સભા ચાલી હતી. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નગર સેવકો સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદીએ સૂચિત વેરા વધારા, દર બજેટમાં રતન તળાવ સહિત શાળાઓ અને અન્ય વિકાસના કામો માટે થતી જોગવાઈ સામે કોઈ કામ થતું ન હોય ભારે વિરોધ નોંધાવ્યો હતો.

વધુમાં સાબુઘરના આવાસોમાં 14 કરોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપ, ત્રી માસિક હિસાબોને લઈને પણ વિપક્ષે ભારે હોબાળો મચાવી શાસકોને ભીંસમાં લીધા હતા.

શાસકો દ્વારા પાણી વેરામાં 51 ટકા, સફાઈ અને લાઈટ વેરામાં 5 ટકાના વધારાની દરખાસ્ત અને ઠરાવનો ભારે વિરોધ કરાયો હતો.

રૂપિયા 168.47 કરોડના બજેટમાં 9 કરોડના ખર્ચે રતન તળાવનું નવીનીકરણ. રૂપિયા 13 કરોડના ખર્ચે રંગઉપવનનો વિકાસ. ચાવજથી માતરિયા તળાવ નવી લાઈન માટે 27 કરોડની જોગવાઈ. મકતમપુરમાં જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન માટે 4.81 કરોડની જાહેરાત. સેન્ટ ઝેવિયર્સ મહમદપુરા ટ્રી બ્રિજ રૂપિયા 61.99 કરોડની જોગવાઈ.

ત્રણ વોટર વર્ક્સ સ્થળે રૂપિયા 2.77 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ… તમામ 11 વોર્ડમાં 190 રસ્તાના કામ માટે 5.50 કરોડની ફાળવણી… અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેકટ માટે 26 કરોડની જોગવાઈ. છીપવાડ, લાલબજાર, વેજલપુર અને તારાબાઈ સ્કૂલના નવીનીકરણ માટે લાખોની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version