ગુજરાત વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે આપ પાર્ટી ઘ્વારા સૌથી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. કેટલાક રાજકીય નિરિક્ષકો એમ માની રહ્યા છે કે આમ કરીને આપ અને કોંગ્રેસે પોતાની બંધ મુઠ્ઠી વહેલી ખોલી દેતા તેનો સીધો ફાયદો ભાજપને મળે તેવી સંભાવના જણાઈ રહી છે. કૉંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવતા બળવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. તો ભાજપે અન્ય પક્ષોના નારાજ રાજકીય લોકો માટે દરવાજા ખોલી ઍક વ્યૂહ ઘડી ચૂટણીમાં પ્રચંડ જીત મેળવવા માટે મજબુત પાયો નાખવાની નીતી અપનાવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો મોડા જાહેર કરવા પાછળનો ખાસ વ્યૂહ…..
RELATED ARTICLES




