Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતમાં વીતેલા 10 વર્ષમાં અબજોપતિની સંખ્યામાં 1700% અધ..ધ વધારો નોંધાયો

ગુજરાતમાં વીતેલા 10 વર્ષમાં અબજોપતિની સંખ્યામાં 1700% અધ..ધ વધારો નોંધાયો

ગુજરાતમાં એકધારો ધનિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા હુરુન આઇઆઇએફએલ રિચ લિસ્ટ 2022માં 86 ગુજરાતીઓએ સ્થાન મેળવ્યું છે. અત્રે નોંધવુ રહ્યું કે હુરુન રિચ ઇન્ડિયામાં તેમને સ્થાન આપવામાં આવે છે જેમની સંપત્તિ એક હજાર કરોડથી વધારે હોય છે. આ લિસ્ટમાં આ વર્ષે એટલે કે વર્ષ 2022માં 13 નવા ગુજરાતીઓ પણ સામેલ થયા છે. બિલિયોનર્સ ગુજરાતીઓની સંપત્તિમાં એક વર્ષમાં 70 ટકા વધારો થયો છે અને આ 86 ગુજરાતીઓની કુલ સંપત્તિનો આંકડો 15 લાખ કરોડથી પણ વધારે થઇ ગયો છે. હુરુન ઇન્ડિયાના એમ.ડી. અનસ રહેમાન જુનૈદના જણાવ્યા મુજબ, અમીર ગુજરાતીઓની સંખ્યામાં 11 વર્ષમાં 17 ગણો વધારો થયો છે. 10 વર્ષ પહેલા રિચ લિસ્ટમાં ગુજરાતમાં રહેતા લોકોની સંખ્યા માત્ર 5 જ હતી જે વધીને આ વર્ષે 86 સુધી પહોંચી છે. જૉકે રિલાયન્સના મુકેશ અંબાણી અને દિલીપ સંઘવી ગુજરાતી છે પણ તેમની ગણના મુંબઇમાં કરવામાં આવે છે. ગુજરાતમાં રહેતા સૌથી અમીર વ્યક્તિ તરીકે ગૌતમ અદાણી દેશના પણ સૌથી પહેલા ક્રમે છે.

13 લોકો પાસે 10 હજાર કરોડથી 10 લાખ કરોડ સુધીની સંપત્તિ છે.ગુજરાતના ટોપ 10 બિલિયોનર્સની સંપત્તિ જોઇએ તો, રાજ્યના કુલ 86 સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ 15 લાખ કરોડથી વધુ છે જેમાંથી 10.94 લાખ કરોડ તો એકલા ગૌતમ અદાણીની છે.

ટોરેન્ટના સુધીર, સમીર મહેતા પરિવારની સંપત્તિ 54 હજાર કરોડ હોવાનુ મનાય રહ્યુ છે
ઝાયડસના પંકજ પટેલ અને નિરમાના કરસનભાઇ પટેલની સંપત્તિનો આંકડો રૂ 34900 કરોડ છે. એસ્ટ્રોલ ગ્રુપના સંદીપ એન્જિનિયર રૂ 26 હજાર કરોડના આસામી છે તો એઆઇએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ પાસે રૂ 16200 કરોડ તો ઇન્ટાસ ગ્રૂપના બિનિશ ચુડગર, નિમિશ ચુડગર, ઉર્મિશ ચુડગર દરેક પાસે અલગ-અલગ 15300 કરોડ છે.
ફાર્મસન ફાર્માના સમીર પટેલ અને કેડિલા ફાર્માના રાજીવ મોદી પાસે 10400 કરોડની સંપત્તિ છે. આમ ગુજરાતમાં અમીરોની સંખ્યા સતત વધી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security