Published by : Rana Kajal
- જેમાં નિક્કી હેલી અને રામાસ્વામીનો સમાવેશ… રામાસ્વામી જણાવે છે કે બાંધવા માટે કઈ મોટું ન હોય તો વિવિધતાનો કોઇ અર્થ નથી…..
યુ.એસ.ના પ્રમુખપદની ચૂંટણી પર આખા વિશ્વની નજર હોય તે સ્વાભાવિક છે. જોકે અત્યાર સુધીના ત્રણ પ્રમુખ પદના દાવેદારો પૈકી બે ભારતીય મૂળના ઉમેદવારો છે. તે ખૂબ સૂચક છે…આ બે ઉમેદવારો પૈકી એક ઉમેદવાર નિક્કી હેલી છે જે ખૂબ જાણીતા છે. જ્યારે બીજા ઉમેદવાર વિવેક રામાસ્વામી છે. વિવેક રામાસ્વામીએ તા 21 ફેબ્રુઆરીના રોજ ફોક્ષ ન્યુઝના ઍક શોમા પોતાની યુ.એસ પદની ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરી હતી. રામાસ્વામી વોક, કરોડપતિ, અને ઉદ્યોગ સાહસિક પુસ્તકના લેખક છે. 37વર્ષીય રામાસ્વામીનો જન્મ ઓહાયોમા થયો અને તેમનું શિક્ષણ હાવર્ડ અને યેલ યુનિવર્સિટીમાં થયું બાયોટેકનોલોજીમાં તેમણે શિક્ષણ મેળવ્યું સાથે જ આ ક્ષેત્રમાં કરોડપતિ પણ બન્યા તેમજ એસેટ મેનેજમેન્ટની ફર્મ પણ બનાવી… રામા સ્વામીનુ ઍક વાક્ય ખૂબ ચર્ચામાં છે તે કહે છે કે … બાંધવા માટે કઇ મોટું ન હોય તો વિવિધતાનો કોઇ અર્થ નથી…




