રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં ગાયો માટે યમદૂત સમાન સાબિત થયેલ લમ્પી રોગનો કાળો કહેર હાલના દિવસોમાં જણાઈ રહ્યો છે રાજસ્થાનમાં ૧૦ જેટલા જિલ્લાઓમાં તો લમ્પી રોગ હવે કાબુમાં ન રહ્યો હોય તેમ લમ્પી રોગનો શિકાર હજારો ગયો બની રહી છે જાણકારોના મત પ્રમાણે લમ્પી રોગ માટે સમયસરના અટકાયતી પગલા ન લેવામાં આવતા આ દારુણ પરિસ્થિતિનું સર્જન થયું છે
રાજસ્થાનમાં છેલ્લા એક મહિનામાં ૫૦ હજાર કરતા વધુ ગયો લમ્પી રોગના કારણે મૃત્યુ પામી છે બિકાનેરમાં દરરોજ ૩૦૦ કરતા વધુ ગયોને લમ્પી રોગનો ચેપ લાગી રહ્યો છે તેમજ જોધપુર જાલોર પાલી જિલ્લાઓમાં પણ લમ્પી રોગનો પ્રભાવ જણાઈ રહ્યો છે ત્યારે રાજસ્થાન અને ગુજરાત રાજ્યના પશુપાલકોમાં હાલ લમ્પી રોગ અંગે ચિંતા ફેલાઈ ગઈ છે સાથે જ લમ્પી રોગ અંગે તાત્કાલિક અસરકારક કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉભી થઇ છે બિકાનેરમાં તો એટલી ખરાબ હાલત છે કે લમ્પીથી મોત પામેલ ગાયોના મૃતદેહો વહીવટી તંત્ર અને લોકો બિકાનેર શહેરથી આશરે ૧૦ કિલોમીટર દુર જોડ બિડના ખુલ્લા ડમ્પિંગ યાર્ડમાં મૃતક ગયો અને અન્ય પ્રાણીઓના મૃતદેહો વગે કરવામાં આવી રહ્યા છે