- ગુજરાતમાં ચારે તરફ પરિવર્તનની આંધીઓ ચાલી રહી છે : અરવિંદ કેજરીવાલ
સુરત જિલ્લાના કડોદરા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેર સભા સંબોધી હતી.
આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેને લઈને દરેક રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ચુકી છે. આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગતરોજ સુરત જિલ્લાના કડોદરા ખાતે જાહેર સભાને સંબોધી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં ચારે તરફ પરિવર્તનની આંધીઓ ચાલી રહી છે. કારણ કે ગુજરાતના લોકોને 27 વર્ષથી ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી. કેજરીવાલે ભાજપાને બે પ્રશ્નો કર્યા હતા
- ભાજપ અને કોંગ્રેસનું શું સેટિંગ ચાલી રહ્યું છે? અમને ખબર પડી છે કે કોંગ્રેસના મોટાં નેતાઓ અહીં પ્રચાર માટે પણ આવી નથી રહ્યા.
- અમે ગુજરાતના લોકોને એમ કહીએ છીએ કે તમને સારું શિક્ષણ આપીશું ત્યારે આ બંને પાર્ટીઓ અમારો વિરોધ કરે છે. આ લોકોને ગુજરાતના બાળકો જોડે શું દુશ્મની છે?
મહત્વની વાત એ છેકે, જ્યારથી IB નો રિપોર્ટ મળ્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તારે ગુજરાતમાં બંને પાર્ટીઓની મોડી રાત સુધી મિટિંગો ચાલે છે. અને આ મીટીંગ બાદ બીજા દિવસે એક જ ભાષા બોલવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર પલટ વાર કરતા નથી.
વધુમાં જણાવ્યુંકે, મેં ગઈકાલે આવ્યો ત્યારે મેં જોયું કે, ચારે તરફ મારા વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં એક બાજુ મારો ફોટો મુક્યો અને બીજી બાજુ ભગવાનના સામે ખરાબ વાતો લખવામાં આવી હતી. ગુજરાતના લોકો આવું પસંદ કરતા નથી. જે લોકોની નફરત મારા સાથે છે. તે લોકો મને જે કહેવું તે કહી શકે પરંતુ ઈશ્વરનું અપમાન શા માટે કરી રહ્યા છે? આ લોકો રાક્ષસ કુલના છે. ગુજરાતના લોકો આ વખતે એક નવી કહાની લખી રહ્યા છે. જે હિસાબે દિલ્હી અને પંજાબમાં ઈમાનદારીની સરકાર ચાલી રહી છે. તેવી સરકાર ગુજરાતમાં બની રહી છે. આ વખતે ગુજરાતના લોકો પાસે ઓપ્શન છે અને તે વિકાસ માટે વોટ કરશે.