આ ફિલ્મ પોનીયિન સેલવાન કલ્કી કૃષ્ણમૂર્તિ નામની લોકપ્રિય તમિલ સાહિત્યિક નવલકથા પર આધારિત છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, ત્રિશા, જયમ રવિ અને કાર્તિ મુખ્ય ભૂમિકામાં છે. તેમાં ચોલ સામ્રાજ્યના ભવ્ય ઇતિહાસનું વર્ણન કરવામાં આવેલ છે. 30 સપ્ટેમ્બરના રીલિઝ થયેલી ફિલ્મે 10 દિવસમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.પહેલા જ દિવસે ઐશ્વર્યા રાયની PS-1 ફિલ્મે સિનેમાઘરોમાં ઘણી કમાણી કરી હતી.
પીએસ-1એ રવિવારની રજાનો લાભ ઉઠાવીને ભરપૂર નફો કર્યો છે. જોકે શરૂઆતમાં ફિલ્મ થોડી ધીમી હતી, પરંતુ સપ્તાહના અંતે તેણે વેગ પકડ્યો હતો અને શરૂઆતના આંકડા અનુસાર, ફિલ્મે તેની રિલીઝના 10મા દિવસે 16 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે, સ્થાનિક બોક્સ ઓફિસ પર તેની કુલ કમાણી 216. 40 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. શનિવારે ફિલ્મે તમામ ભાષાઓમાં કુલ 15.45 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેણે તમિલમાં 12.9 કરોડની કમાણી કરી, જ્યારે તેલુગુમાં 0.3 કરોડની કમાણી કરી. હિન્દીમાં આ આંકડો 1.7 કરોડ હતો, જ્યારે મલયાલમમાં કમાણી માત્ર 55 લાખ હતી. દુનિયાની વાત કરીએ તો PS-1 એ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો છે.
આ વર્ષની સૌથી કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં હવે ‘પોન્નિયિન સેલ્વન 1’એ વિવેક અગ્નિહોત્રીની મોટી હિટ ‘ધ કાશ્મીર ફાઈલ’ને પાછળ છોડી દીધી છે અને ટોપ 5માં જગ્યા બનાવી લીધી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું લાઈફ ટાઈમ કલેક્શન 340 કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. આ ટોપ 5 લિસ્ટમાં ‘KGF 2’ 1270 કરોડ, RRR 1155 કરોડ, ‘વિક્રમ’ 443 કરોડ, ‘બ્રહ્માસ્ત્ર’ 434 કરોડ અને PS 1 350 કરોડ પર છે.