Home Fire વડોદરાના વાઘોડિયા રોડની શ્રેયા હોસ્પિટલના લીફટની મોટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ…

વડોદરાના વાઘોડિયા રોડની શ્રેયા હોસ્પિટલના લીફટની મોટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ…

0
  • લીફટની અંદરની મોટરમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
  • કોઈ જાનહાનિના અહેવાલ નહિ

વડોદરાના વાઘોડિયા રોડની શ્રેયા હોસ્પિટલના લીફટની મોટરમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ફાયર ફાયટર જવાનો ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આજરોજ સવારના અરસામાં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રેયા હોસ્પિટલના લીફ્ટમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ટેન્ડરનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગને પગલે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. લીફટની અંદરની મોટરમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version