Home News Update My Gujarat વડોદરાની એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી, ગાંજા સાથે વિદ્યાર્થી ઝડપાયો…

વડોદરાની એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી, ગાંજા સાથે વિદ્યાર્થી ઝડપાયો…

0

Published by : Anu Shukla

  • વડોદરાની એમએસ યુનિવર્સિટી વિસ્તારમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

પંડ્યાબ્રિજ નીચે આવેલી ન્યુ પાયલ ટ્રાવેલ્સની ઓફિસમાં ગઈકાલે રાત્રે એક યુવક પાર્સલ આપવા માટે આવ્યો હતો. જેથી સંચાલકને શંકા જતા પૂછપરછ કરી હતી. રાજકોટ મોકલવાના પાર્સલમાં ગાંજો હોવાની વિગતો ટ્રાવેલ્સ કર્મચારીએ પોલીસને જણાવી હતી.

ફતેગંજ પોલીસે ટ્રાવેલ્સ ઓફિસમાંથી પ્રશાંત અજય કુમાર (ટીકેજી હોલ,એમએસ યુનિવર્સિટી, મૂળ ઉત્તર પ્રદેશ) ને ઝડપી પાડી રૂપ દોઢ હજાર ની કિંમત નો 57 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરી પૂછપરછ હાથ ધરી છે.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વિશાલ નામનો યુવક પાર્સલ આપી ગયો હોવાની વિગતો બહાર આવી હતી. વિશાલ ટ્રાવેલ્સ ઓફીસ ની બહારથી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

પોલીસની એક ટીમે ગાંજાની હેરાફેરી કેટલા સમયથી થઈ રહી છે અને કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version