Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાથી પેટ્રોલ-ડીઝલ બનાવતી લેબ...

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાથી પેટ્રોલ-ડીઝલ બનાવતી લેબ…

સિંગલ યુઝ પ્લાસ્ટિક એક તરફ પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે, ત્યારે વડોદરાની રેલવે યુનિવર્સિટી દ્વારા આ પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરી પ્લાસ્ટોફ્યુઅલ બનાવવામાં આવે છે. આ માટેની લેબોરેટરી પણ વિકસાવવામાં આવી છે.

યુનિવર્સિટીમાં જ લેબ બનાવી

વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલી રેલવે યુનિવર્સિટી, એટલે કે ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, ડીઝલ સહિતના ફ્યુઅલ તેમજ એની રાખમાંથી રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે.

પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસ બનાવ્યાં

ભારતમાં વિદેશમાંથી પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેમજ યુદ્ધ જેવી સ્થિતિમાં એના ભાવ પણ આસમાને પહોંચે છે, ત્યારે એનો વિકલ્પ રેલવે યુનિવર્સિટીના રિચર્સ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણ ફેલાય છે અને એના મોટા ડુંગર ખડકાય છે તેમજ એનો નાશ કરવો પણ અશક્ય છે, હવે એમાંથી રેલવે યુનિવર્સિટી દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસ બનાવવામાં આવે છે, જેથી હવે ભવિષ્યમાં આપણે પેટ્રોલિયમ પેદાશો માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે અને સાથે જ કચરામાંથી પણ મુક્તિ મળશે અને એમાંથી ‘કંચન’ પેદા થશે.

પેટ્રોલ-ડીઝલની શુદ્ધતા પણ મપાઈ

પ્લાસ્ટિકમાંથી બનાવેલા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસની શુદ્ઘતા કેટલી છે એ પણ લેબમાં સ્થાપિત મશીનરીમાં માપવામાં આવે છે, જેથી ક્રૂડમાંથી મળેલા પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી મળેલા ફ્યુઅલની ગુણવત્તાની સરખામણી કરી શકાય છે.

રોડ બનાવવા વપરાશે રાખ

પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવા દરમિયાન છેલ્લે રાખ વધશે, એનો ઉપયોગ પણ રોડ બનાવવા માટે થશે. આ માટેનો પ્રયોગ પણ સફળ રહ્યો છે.

પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલની 65ની એવરેજ

લેબોરેટરીમાં બનાવવામાં આવેલા પેટ્રોલની ગુણવત્તા અને એવરેજ પણ માપવામાં આવી હતી, જેમાં બાઇકમાં પહેલા પેટ્રોલપંપ પરથી મળતું પેટ્રોલ ભરવામાં આવ્યું અને તેની એવરેજ કાઢવામાં આવી. ત્યાર બાદ રેલવે યુનિવર્સિટીની લેબમાં બનેલા પેટ્રોલની અવરેજ કાઢવામાં આવી તો આશ્ચર્યજનક રીતે બંને ફ્યુઅલની એવરેજ 65 કિલોમીટર પ્રતિ લિટરની મળી હતી.

રેલવેના પાટાને પણ કાપી શકે એવા મશીનમાં ફ્યુઅલ ઉપયોગી

પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલું ફ્યુઅલ એટલું અસરકારક છે કે એનાથી રેલવેના પાટા જેવા સખત લોખંડને પણ કાપી શકે એવા કટર મશીનો ચાલી શકે છે, સાથે ખેતીમાં ઘાંસ કાપવા, ગાર્ડનમાં ટ્રીમિંગ અને મચ્છર ભગાડવાનાં મોટા ફોગિંગ મશીનો પણ આ ફ્યુઅલથી સંચાલિત થઇ શકે છે અને આ તમામના પ્રયોગ 100 ટકા સફળ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security