Home News Update My Gujarat વર્ષ 2002 પછી 20 વર્ષ બાદ સૌથી ટૂંકા સમયમાં વિધાનસભા સત્ર બોલાવાયુ…

વર્ષ 2002 પછી 20 વર્ષ બાદ સૌથી ટૂંકા સમયમાં વિધાનસભા સત્ર બોલાવાયુ…

0
  • પ્રથમ બેઠકથી જ MLAને 1.37 લાખ પગાર, પ્રતિદિન રૂ. 1.25ના ભાડે આવાસ…

વર્ષ 2002માં શપથ ગ્રહણ બાદ 5 જ દિવસમાં વિધાનસભા સત્ર બોલાવ્યું હતું ત્યાર બાદ હવે તારીખ 20 ડિસેમ્બરના રોજ એક દિવસીય સત્ર યોજાશે આ સત્ર સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. તેમજ બપોરે 12 વાગ્યે યોજાનારી બીજી બેઠકમાં રાજ્યપાલનું સંબોધન પણ યોજાશે. આમ, એક દિવસીય સત્ર યોજાતાની સાથે જ ધારાસભ્યોને મળતા તમામ લાભોની શરૂઆત સત્તાવાર રીતે થઈ જશે. વિધાનસભા સત્ર ટૂંકી નોટિસમાં બોલાવાયું.

આ સાથે જ તમામ ધારાસભ્યોને પગાર તથા વિવિધ ભથ્થા મળવાની પણ શરૂઆત થઈ જશે. મૂળ તો ધારાસભ્યોના વહેલા પગાર શરૂ થાય તે માટે વહેલું વિધાનસભા સત્ર બોલાવાયું હોય તેમ માનવામાં આવી રહ્યુ છે. અગાઉ વર્ષ 2002માં શપથ વિધિ બાદ માત્ર પાંચ જ દિવસમાં વિધાનસભા સત્ર ટૂંકી નોટિસમાં બોલાવાયું હતું જેના 20 વર્ષ બાદ પ્રથમ વખત આ ઘટના બની રહી છે.15મી વિધાનસભાની પ્રથમ સત્તાવાર બેઠક તા 20 ડિસેમ્બરના રોજ મળી રહી છે. નિયમ પ્રમાણે જોઈએ તો વિધાનસભાની પહેલી બેઠક શરૂ થાય તે સમયથી પાંચ વર્ષ સુધી જે તે વિધાનસભાની મુદત હોય છે. આમ, 15મી વિધાનસભાની પ્રથમ બેઠક 20 ડિસેમ્બર, 2022ના રોજ મળી રહી છે. ત્યારે પાંચ વર્ષ પ્રમાણે જોઈએ તો 19 ડિસેમ્બર, 2027ના રોજ 15મી વિધાનસભાની મુદત પૂર્ણ થશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version