Published by: Rana kajal
ન્યૂયોર્ક
વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન ઍક સાથે ઘણી બધી અજાયબી ધરાવે છે. આ વિશ્વનું સૌથી મોટું સ્ટેશન ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ન્યૂયોર્ક શહેરના મિડટાઉન મૈનહટ્ટનમાં 42મી સ્ટ્રીટ અને પાર્ક એવન્યૂમાં આવેલ છે. જેનું બાંધકામ 1901થી 1903 દરમિયાન થયું હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/Fn5Q2cqXwAAOdXM-1024x683.jpeg)
એટલે કે લગભગ બે વર્ષ સુધી બાંઘકામ ચાલ્યુ હતું આ ભવ્ય અને શાનદાર રેલ્વે સ્ટેશનને બનાવવા માટે આજથી 120 વર્ષ પહેલા દરરોજ 10 હજાર લોકો કામ કરતા હતા. આ જ કારણ છે કે, ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ પોતાની વાસ્તુકલા અને ડિઝાઈન માટે સમગ્ર આજે પણ દુનિયામાં પ્રખ્યાત છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/Fn-l3CqXoAcqQp3-1024x837.jpeg)
ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલથી રોજ 1.25 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દિવસભરમાં અહીં કુલ 660 ટ્રેન પસાર થાય છે. ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ કુલ 48 એકરમાં ફેલાયેલ છે. આ રેલવે સ્ટેશન પર 44 પ્લેટફોર્મ બનેલા છે અહીં એક સાથે 44 ટ્રેન આવીને ઊભી રહે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/largest-railway-station-in-the-world-1-1024x768.jpg)
કેટલીય હોલીવૂડ ફિલ્મોમાં આ શાનદાર રેલ્વે સ્ટેશનને બતાવામાં આવ્યું છે. અહીં ફિલ્મોના શૂટિંગ થતાં રહે છે. સાથે જ સ્ટેશન પર બે અંડરગ્રાઉન્ડ લેવલ છે. અહીં એક ગુપ્તચર પ્લેટફોર્મ પણ છે, જે સ્ટેશનની એકદમ બાજુમાં આવેલ વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલની નીચે આવેલ છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/FofA-EYXgAE9sE5-855x1024.jpeg)