જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદના દેહત્યાગ બાદ લોકોમાં કુતૂહલ જાગ્યુ છે કે હવે સોમવારે તેમના ઉત્તરાધિકારી તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના પ્રમુખ તરીકે જાહેરત કરવામાં આવી. ત્યારે લોકોમાં એ કુતૂહલ જાગ્યુ છે કે શંકરાચાર્ય કઈ રીતે નિમવામાં આવે છે ? શું કોઈ ખાસ યોગ્યતા ધરાવનારને જ શંકરાચાર્ય જેવું સર્વોચ્ચ પદ આપવામાં આવે છે? આ તમામ સવાલોના જવાબ નીચે જણાવેલ છે.
શંકરચર્યા હિંદુપદનું સર્વ ગુરુપદ માનવામાં આવે છે.સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી એક માત્ર એવા શંકરાચાર્ય હતા જે બંને મઠોમાં શંકરાચાર્ય હતા. દ્વારકા અને જ્યોર્તિમય તીર્થના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદના નિધન બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદને તેમના ઉત્તરાધિકારીનું પદ સોપ્યું છે.
શંકરાચાર્ય બનવાની આ પરંપાર આપણી સંસ્કૃતિ માં ક્યારથી છે?
આ પદની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. જે મહાન હિંદુ દર્શનિક અને ધર્મગુરુ હતા. તેમને સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર, અને પ્રતિષ્ઠા માટે ભારતના ચાર અલગ-અલગ ભાગોમાં ચાર મઠની સ્થાપના કરી અને તેમાં પોતાના ચાર મુખ્ય શિષ્યોને પ્રમુખ તરીકે નીમ્યા. મઠના જે પ્રમુખ હોય તેને શંકરાચાર્ય કહેવામાં આવે છે.અને બસ ત્યારથી દરેક મઠમાં શંકરાચાર્ય પદની પરંપાર ચાલી આવી છે.
શંકરાચાર્ય નું પદ મેળવવા માટે શું પક્રિયા હોય છે? યોગ્યતા શું હોય છે?
શંકરાચાર્ય બનવા માટે ત્યાગી બ્રાહ્મણ હોવું અને સંન્યાસી હોવું અનિવાર્ય છે. સાથે સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત, પુરાણોનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. શંકરાચાર્ય બનનાર કોઇ પણ રૂપે રાજનીતિક ન હોવા જોઈએ. જો આખી પક્રિયાની વાત કરીએ તો જેની શંકરાચાર્ય તરીકેની નિમણૂક થવાની હોય છે તેમને અખાડાના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતસભાની સહમતિ, કાશી વિદૃત પરિષદની મંજૂરી આવશ્યક છે. ત્યારબાદ તેમણે શંકરાચાર્યની પદવી મળે છે.