Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસમયસુચકતા…35 પેસેન્જર ભરેલી બસ, ડેપો પહોંચવાના બદલે સીધી હોસ્પિટલ કેમ પહોંચી…? ડોક્ટરો...

સમયસુચકતા…35 પેસેન્જર ભરેલી બસ, ડેપો પહોંચવાના બદલે સીધી હોસ્પિટલ કેમ પહોંચી…? ડોક્ટરો અને સ્ટાફ હોસ્પિ.માં બસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા…

  • એસ ટી બસ નાં ડ્રાઇવર ની સમય સૂચકતા અને મુસાફરોના સાથ સહકાર થી ઍક મહિલાનો જીવ બચી ગયો હતો…

અમદાવાદમાં ઍક ઍવી ધટના બની જેણે હોસ્પિટલમાં સૌ કોઈને આશ્વર્યમાં મૂકી દીધા હતા જ્યારે 35 પેસેન્જર ભરેલી એસટીની વોલ્વો બસ ડેપો પહોંચવાના બદલે ખાનગી હોસ્પિટલના ઈમરજન્સીના ગેટ આગળ જઈને ઊભી રહી ગઈ હતી. બસને હોસ્પિટલમાં જોઈને ડોક્ટરો અને સ્ટાફ પણ આશ્વર્યચકિત થઈ ગયા હતા.આ ઘટનાની વિગત જોતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 32 વર્ષની એક મહિલા ગાંધીનગરથી અમદાવાદ જવા માટે GSRTCની બસમાં બેઠી હતી. પરંતુ બસ કોબા સર્કલ પહોંચતા આ મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેની જાણ બાજુમાં બેઠેલા પેસેન્જરે બસના ડ્રાઇવરને કરી હતી. ડ્રાઇવરે તાત્કાલિક 108ની રાહ જોયા વગર બસને હંકારી મૂકી હતી. અને વોલ્વો બસને માત્ર સાત જ મિનિટમાં કોબા સર્કલથી અપોલો હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ગેટ આગળ પહોંચાડી દીધી હતી. જ્યાં સ્ટ્રેચર મગાવીને મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરાઇ હતું.

ડોક્ટરો હાર્ડ એટેકની અસર હોવાનું જણાવ્યું હતું. આશરે 20 મિનિટ બાદ મહિલાની સ્થિતિ સ્થિર થતા 35 પેસેન્જર ભરેલી બસ તેના રૂટ પર આગળ વધી હતી.કૃષ્ણનગર ડેપોમાં 6 મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા શકરપુરી ગોસ્વામી જણાવ્યું કે મહિલાને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને રહેવાતું નહોતું. જેથી મને લાગ્યું એટેક આવ્યો હશે. મહિલાએ મને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું પણ સિવિલ પહોંચતા વાર લાગે એમ હોવાથી મેં 35 પેસેન્જર ભરેલી બસ એપોલો હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ગેટ આગળ પહોંચાડી હતી. ત્યાંના સ્ટાફે કહ્યું કે તમે ઝડપી આવ્યા એટલે મહિલાનો જીવ બચી ગયો. ઉપરી અધિકારીએ મને આ સમગ્ર બાબતની શાબાશી આપી હતી. મહિલાનો જીવ બચાવીને આનદ છે ધટના બાબતે એપોલો હોસ્પિટલના ઈમરજન્સી ડિપાર્ટમેન્ટના હેડ સંજય શાહે કહ્યું કે 25 વર્ષના અનુભવમાં આ રીતે પેસેન્જર લાવ્યા હોય એ આ પહેલી ઘટના હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security