Home News Update My Gujarat સરકારી હોસ્પિટલ સારી સેવા…

સરકારી હોસ્પિટલ સારી સેવા…

0
  • સયાજી હોસ્પિટલના નાક કાન અને ગળાના વિભાગમાં દૈનિક ૨૨૫ થી વધુ લોકો રોગ નિદાન માટે આવે છે…
  • વિભાગમાં નાક કાન અને ગળાના રોગોની દર મહિને  સરેરાશ ૨૦૦ થી વધુ નાની મોટી સર્જરીઓ થાય છે: વિનામૂલ્યે ઉપલબ્ધ આ સેવાઓ દર્દીઓ માટે આશીર્વાદ સમાન અને તેમના પરિવારો માટે રાહત આપનારી છે
  • જી.બી.એસ.ની આડઅસર થી શ્વાસનળી સાંકડી થઇ જતાં જે દર્દીને સુરતમાં વેન્ટિલેટર પર સારવાર લેવા છતાં ફાયદો ન થયો એની સયાજી હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી…

 મધ્ય ગુજરાતની સૌથી મોટી અને સરકારી સયાજી હોસ્પિટલમાં વિવિધ રોગો માટે વિવિધ વિભાગો છે અને લોકોને લગભગ વિનામૂલ્યે અને ક્વચિત સરકારે ઠરાવેલા નજીવા દરે લોકોને ખાનગી મલ્ટી સ્પેશિયલીટી  હોસ્પિટલ જેવી સારવાર મળે છે.પરિણામે અહીં ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ અને દેશના ઘણાં બધાં રાજ્યોમાંથી લોકો સારવાર માટે આવે છે.

 આવા જ એક સુરતના દર્દીને સયાજી હોસ્પિટલના કાન નાક અને ગળાના વિભાગે સાંકડી શ્વાસ નળીની જટિલતાનું નિવારણ કરીને ઘણી મોટી રાહત અપાવી છે.

આ દર્દીની શ્વાસનળી ગુલિયન બારી સિંડ્રોમ જે જી.બી.એસ.ના નામે બહુધા ઓળખાય છે, એ રોગની આડઅસર થી સાંકડી થઇ ગઇ હતી.દર્દીએ સુરતના દવાખાનાઓમાં ઘણાં દિવસ સુધી વેન્ટિલેટર સારવાર લીધી,શ્વાસ લેવામાં સરળતા કરવા માટે મોઢામાં થી નળી નાંખી,તેના થી પણ ફાયદો ન થતાં ગળાના ભાગમાં ચિરો મૂકીને ત્યાંથી ટોટી નાંખી સારવાર આપી.પરંતુ શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજન ઘટી જવાની તકલીફોનું નિવારણ ન થયું.

આખરે સુરતની મ્યુનિસિપલ હોસ્પિટલમાં સાંકડી થયેલી શ્વાસ નળી પહોળી કરવાની જરૂર છે એવું નિદાન થયું અને દર્દીને તેના માટે વડોદરાની સયાજી હોસ્પિટલના ઉપરોક્ત વિભાગમાં મોકલવામાં આવ્યો.સયાજી હોસ્પિટલના નાક,કાન અને ગળાના વિભાગમાં આ પ્રકારની તકલીફોના નિવારણ માટે શ્વાસ નળી પહોળી કરવાના ઘણાં અને સફળ ઓપરેશન થયાં છે એવી જાણકારી આપતાં આ વિભાગના સુકાની અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે,અમે દર્દીને બેહોશ કરીને નળીને પહોળી કરવાની સર્જરી બે વાર કરી અને તેનું ખૂબ સારું પરિણામ મળ્યું.એના ગળામાં થી ટોટી નીકળી ગઈ અને હવે દર્દી સરળતાથી શ્વાસ લઇ શકે છે,તકલીફ વગર બોલી અને ખાઈ શકે છે.

આ વિભાગમાં શ્વાસ નળીની તકલીફોના નિવારણ માટે બલૂન ડાયલેટેશન,એલ.ટી.આર.,ટી ટ્યુબ ઇંઝર્ષન, રીજીડ બ્રોંકોસ્કોપી,વિડિયો લેરિંગોસ્કોપી,ફોરેન બોડી બ્રોન્ક્સ રીમુવલના જટિલ ૩૦ જેટલા સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.તેઓ કહે છે કે શ્વાસ નળી સાંકડી થવાની તકલીફો ના નિવારણ માટેની જરૂરી સર્જરી માટે ઘણાં લોકો ગભરાટ કે ગેર સમજ થી મંજૂરી આપતાં નથી જે લાંબે ગાળે વધુ નુકશાન કરે છે.

શ્વાસ ચઢવાની,શ્વાસ લેતી વખતે અવાજ આવવાની તકલીફો જણાય તો કાન,નાક અને ગળાના વિભાગમાં ત્વરિત નિદાન કરાવવું જોઈએ જેથી ભવિષ્યમાં શ્વાસ નળીની સંકડાશની તકલીફોથી બચી શકાય અથવા સમયસર સારવાર થઈ શકે.સયાજી હોસ્પિટલના આ વિભાગમાં ટોટીના લીધે શ્વાસ નળી સાંકડી ન થાય તે માટે સક્શન એડેડ ટોટી નો ઉપયોગ કરવામાં આવે છે.

આ વિભાગની ઓ.પી.ડી.માં નાક,કાન અને ગળાની વિવિધ પ્રકારની તકલીફોના નિદાન માટે દૈનિક સરેરાશ ૨૨૫ જેટલા દર્દીઓ આવે છે.તેવી જ રીતે,વિભાગમાં ઉપરોક્ત તકલીફોના નિવારણ માટે મહિને સરેરાશ ૨૦૦ જેટલી નાની મોટી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે. કાન,નાક અને ગળાને લગતી તકલીફોને હળવાશ થી ન લેતાં કે તેની અવગણના ના કરતા આ વિભાગમાં ઉપલબ્ધ તજજ્ઞ સેવાઓ નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version