- ગંગામાં સ્નાન કરવાથી જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ વ્યક્તિ પવિત્ર બને છે
- ભરૂચની જન્મદાત્રી નર્મદાની આવતીકાલે જન્મ જયંતિ ઉજવાશે
ઝાડેશ્વરમાં આવેલ ગાયત્રી મંદિર અલગ ધામ ખાતે સવા લાખ દિવડાની મહા આરતી અન્નકૂટ અને માતાજીને 1000 સાડી અર્પણ કરાશે
નર્મદા પુરાણના રેવાખંડમાં દર્શાવ્યા મુજબ ભગવાન વિષ્ણુની છાતી પર પોતાના પગથી પ્રહાર કરનાર ભૂગુઋષિ નર્મદા કિનારે આવીને વસ્યા હતા અને વસંત પંચમીના શુભ દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસ્યુ હોવાથી નર્મદા નદીને ભરૂચની જન્મદાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે મહાસુદ સાતમના શુભ દિવસે નર્મદા નદીની ઉત્પતિ થઈ હોવાથી આવતીકાલે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ પવિત્ર બને છે જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ વ્યક્તિ પવિત્ર બને છે નર્મદાની ઉત્પતિનું મહત્તમય શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ એક વખત ભગવાન શિવજી અંધકાસુર રાક્ષસનો વધ કરીને મેકલ એટલે કે આજના અમરકંટક પર્વત ઉપર સમાધિમાં બેઠા હતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ સહિત તમામ દેવતાઓ ભેગા થઈ ભગવાન શિવજીની અનેક પ્રકારની શ્રુતિ પ્રાર્થના કર્યા બાદ બોલ્યા કે હે મહાદેવ અમે દેવતાઓએ અત્યાર સુધી ઘણા બધા રાક્ષકોનો વધ કર્યો છે જેના કારણે અમારાથી ઘણું બધું પાપ થયું છે માટે આ પાપમાંથી અમને મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો દેવતાઓની આ વાત સાંભળવાથી શિવજીના શરીરે પરસેવો થયો અને આ પરસેવાનું એક ટીપું પૃથ્વી ઉપર પડ્યું અને આ બિંદુમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ અને આ કન્યાનું નામ નર્મદા આપવામાં આવ્યુ. નર્મદાની ઉત્પતિ ભગવાન શિવજીના બિંદુમાંથી થઈ હોવાથી નર્મદાને શિવપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. માર્કંડ પુરાણમાં નર્મદાને ભગવાન શિવજીએ આપેલ વરદાન અને આશીર્વાદ મુજબ જે રીતે ઉત્તરમાં ગંગા સ્વર્ગમાંથી અવતાર થઈને પ્રસિદ્ધ થાય છે તેવીજ રીતે નર્મદા દક્ષિણમાં પ્રસિદ્ધ થશે અને હંમેશા અજર અમર રહેશે વિશ્વમાં માત્ર નર્મદા નદીનીજ પરિક્રમા કરવામાં આવે છે નર્મદા નદીની 3600 કિલોમીટરની પરિક્રમા કરતા ત્રણ વર્ષ ૩ મહિના અને 13 દિવસ જેટલો સમય થાય છે.
ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે અલખધામ ખાતે આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી માં નર્મદાજીની ભવ્ય ઉજવણીમાં નર્મદાજીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સવા લાખ દીવડા, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતાસબાજી અને ૧૦૦૦ સાડી માતાજીને અર્પણ તથા મહાપુજા સહિતનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે




