Home International સ્માર્ટફોનથી દૂર રાખવા અંગેની સર્વિસ આપતી કંપનીઓ શરૂ…

સ્માર્ટફોનથી દૂર રાખવા અંગેની સર્વિસ આપતી કંપનીઓ શરૂ…

0

ન્યુયોર્ક

  • મોબાઇલના કારણે બીમારીઓમાં વધારો થયો…
  •  આત્મહત્યાનાં બનાવોમાં પણ વધારો થયો…

વિશ્વમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે સ્માર્ટફોનના વધુ ઉપયોગથી થાક લાગે છે, ડિપ્રેશન પણ આવી શકે છે એવુ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

હવે તો સ્માર્ટફોન ક્યારે જરૂરિયાતમાંથી કુટેવ બની ગયો એ આપણને ખબર પણ ના પડી. આપણે જ્યાં પણ હોઇએ, એકલા કે ભીડમાં, સ્માર્ટફોનથી ઘેરાયેલા હોઇએ છીએ. તેનાથી અનેક બીમારીઓ વધી છે. માનસિક અને શારીરિક પણ. સ્માર્ટફોનના વધુ ઉપયોગથી પણ થાક લાગે છે. આત્મહત્યા અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ પણ સ્માર્ટ ફોન હોવાનુ જણાઈ રહ્યું છે છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્માર્ટફોનથી દૂર રહેવાની સર્વિસ આપતી કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવા ડિવાઇસ બની રહ્યા છે, જે આપણને સ્માર્ટફોનથી દૂર રહેવામાં મદદ કરે છે. આવા ડીવાઈસ ટુંક સમયમાં વધૂ પ્રચલિત થઈ જશે એમ મનાઇ રહ્યું છે સ્માર્ટ ફોન થી દુર કરવા માટે વિવિઘ કંપનીઓ સર્વિસ આપી રહી છે.

આવી જ એક કંપની છે, યોન્ડર. તે એવી મોબાઇલ બેગ બનાવે છે, જેમાં મોબાઇલ રાખીને ચોક્કસ સમય માટે લૉક કરી શકાય છે. કોઇ કોન્ફરન્સ કે કોન્સર્ટ, સ્કૂલ-કોલેજ, મીટિંગ કે પછી પરિવાર-મિત્રો સાથે સમય વિતાવવા તેનો ઉપયોગ કરાઇ હોય છે. ક્રિએટિવ કામ કરતા લોકો જેમ કે લેખકો, સંગીતકારો, શિક્ષકો વગેરેએ તો મોબાઇલથી દૂર રહેવું ખાસ જરૂરી છે. તેઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ તુરત ભારતમાં આ બેગ હજી પ્રચલિત થઈ નથી પરંતુ અમેરિકામાં આ બેગ લોકપ્રિય થઈ રહી છે. આ કંપનીના સ્થાપક ગ્રાહમ ડુગોની કહે છે કે, તેનો ઉપયોગ કરનારાને શરૂઆતમાં નેટવર્કથી દૂર રહેવામાં મુશ્કેલી થતી હતી જે સ્વાભાવિક બાબત છે પરંતુ પછી તો સ્માર્ટ ફોન વગર તેમને સંગીત સમારંભ, ફિલ્મો જોવામાં વધુ મજા આવવા લાગી. એવી પણ સૂચના આપવામાં આવે છે કે મહત્ત્વના ના હોય તેવા મોબાઇલ નોટિફિકેશન બંધ કરી દો. તેમજ કામ કરતા અને સૂતી વખતે મોબાઇલથી બિલકુલ દૂર રહો. સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ મોબાઇલના બદલે કમ્પ્યુટર-લેપટોપમાં જ કરવો જોઈએ ફેસ અનલૉક કે ફિંગર લૉકના બદલે લાંબો પાસવર્ડ નાંખવા અંગેની પણ સલાહ આપવામાં આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version