Home Technology હવે ટ્વિટર પર થઇ શકશે કમાણી….કંપની ક્રિએટર્સ સાથે જાહેરાતમાં થતી આવક શેર...

હવે ટ્વિટર પર થઇ શકશે કમાણી….કંપની ક્રિએટર્સ સાથે જાહેરાતમાં થતી આવક શેર કરશે….

0

ટ્વિટરમાં રોજે રોજ નવા ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે હવે ટ્વિટરના નવા માલિકે કહ્યું છે કે કંપની જાહેરાતની આવક યુઝર્સ સાથે શેર કરશે. એલોન મસ્કે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે ટ્વીટ થ્રેડની મધ્યમાં આવતી જાહેરાત અથવા વિડિયો સાથે આવતી જાહેરાતથી થતી આવક જાહેરાત ક્રિએટર્સ સાથે શેર કરવામાં આવશે. તે 3 ફેબ્રુઆરી 2023 થી શરૂ થઈ ગયું છે. પરંતુ આ સુવિધા ફક્ત ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એલોન મસ્કે કમાણીના શેર કરવા વિશે વિગતો આપી નથી. એલોન મસ્કે ભલે કમાણીનો માર્ગ ખોલ્યો હોય, પરંતુ વપરાશકર્તાઓ ચોક્કસપણે તેમની જાહેરાત નીતિને લઈને ચિંતિત છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version