હાલ પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહયો છે ત્યારે ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇલાવ ગામે રહેતા રાજેન્દ્ર પટેલ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા બહેચરભાઈ પટેલના સ્મર્ણાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર ધનેન્દ્ર વ્યાસ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. સાથે જ સંગીતકાર કનુભાઈ પંચોલી અને નટવરભાઈ પટેલ સંગીતના સૂરો રેલાવી રહ્યા છે.
કથા શ્રવણનો મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લઈ રહ્યા છે. ઇલાવ ગામના જ કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા આ તેમની 48મી કથા કરવામાં આવી રહી છે. આ અગાઉ તેઓ દ્વારા ચિત્રકૂટ ધામમાં રામકથા અને દેવોની નગરી હરિદ્વારમાં શ્રી મદ ભાગવત કથા કરવામાં આવી હતી. હવે માર્ચ મહિનામાં તેઓ દ્વારા ભગવાન શ્રી ક્રુષ્ણના વૃંદાવન ધામમાં શ્રીમદ ભાગવત કથા કરવામાં આવશે